ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી ડાંગની વનબંધુ કન્યા સરિતા ગાયકવાડને સન્માનવા ડાંગમાં અનેરો ઉત્સાહ

0
154

ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ ૧૮મી એશિયન ગેમ્સ એથ્લેટીકસ (૪*૪૦૦ રીલે દોડ) રમતમાં સુવર્ણ પદક જીતવા બદલ ગોલ્ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડના સન્માન સમારોહ અને  શોભાયાત્રાના ભવ્યાતિભવ્ય આયોજન માટે ડાંગ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું કે, એશિયન ગેઇમ્સમાં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું, ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની વનબંધુ કન્યા  સરિતા ગાયકવાડે વિશ્વમાં ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે તેના સન્માનમાં કોઇ  કચાશ ન રહી જાય તેવું આયોજન કરાયું છે.  કુ. સરિતા ગાયકવાડને સન્માનવા માટે ડાંગ જિલ્લામાં અનેરો ઉત્સાહ અને  લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

તા.૮/૯/૨૦૧૮ના રોજ  બપોરે ૧૫-૦૦ કલાકે સરકીટ હાઉસ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. આ શોભાયાત્રામાં રમતગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, વન અને આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી રમણલાલ પાટકર, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બીબીબેન ચૌધરી,નિવૃત અધિક મુખ્ય સચિવશ્રી એસ.કે.નંદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી  ડાંગની દિકરી કુ.સરિતા ગાયકવાડનું સન્માન કરશે.

શોભાયાત્રા આહવા શહેરના મુખ્યમાર્ગ પર ફરશે. શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ,શાળાના વિદ્યાર્થિનીઓ તેમજ ગ્રામજનો દ્વારા કુ.સરિતા ગાયકવાડનું સન્માન કરાશે.

શોભાયાત્રાની પુર્ણાહુતિ ડાંગ દરબાર હોલ  ખાતે કરવામાં  આવશે.ત્યાર બાદ  ડાંગ દરબાર હોલ ખાતે કુ.સરિતાનો સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહમાં જિલ્લાના તમામ  પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ,સરપંચશ્રીઓ તેમજ નાગરિકોને સહભાગી થવા જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમાર તથા  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ  અનુરોધ કરવામાં  આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861  

                             

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY