ભાવનગર ખાતે યોજાયેલાં વિકાસલક્ષી, આરોગ્યલક્ષી કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા.

0
17

એમ. કે.બી. યુનિ. ભાવનગર ખાતે રૂપિયા ૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અટલ ઓડિટોરીયમનું રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ.

આ પ્રસંગે માન. મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યુ હતું કે રાજાશાહીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ તેના મહારાજા ક્રુષ્ણકુમારસિંજી ના નામ પરથી ભાવનગર યુનિ. સાકાર થઈ આજે દેશના દિવંગત પ્રધાનમંત્રીશ્રી અટલજી ના નામ પરથી રૂપિયા ૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અટલ ઓડિટોરીયમનું નિર્માણ થવુ તે દર્શાવે છે કે અટલજીએ  લોકશાહીને જીવંત રાખી હતી. અહીં આજે જ.,પી. એસ.સી. યુ. પી. એસ. સી. ની તૈયારી માટે વર્કશોપ યોજાય અને તેમાં ૯૦૦ જેટલાં ભાઈ બહેનો ભાગ લે તે દર્શાવે છે કે ઉમેદવારો વ્યવસ્થિત તાલીમ લઈ સફળ થવા માંગે છે.

આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન, મેયર, નાયબ મેયર, સ્થાનિક મ્યુ. સમિતિના ચેરમેનો, ડો. ગીરીશ પટેલ સહિત યુનિ.ના પ્રોફેસરો, આમંત્રિતો હાજર રહ્યા હતા.

શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયેલાં આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ સમગ્ર દેશની સાથે ભાવનગર જિલ્લામાં પણ કરાયુ હતુ.

આ પ્રસંગે માન.શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે  સમગ્ર દેશના ૪૪૫ જિલ્લાની સાથે આજે ભાવનગર જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ થવાથી રાજ્યના ૨.૨૫ કરોડ લોકોને આરોગ્ય વીમા પોલીસી કવચ પ્રતિ વર્ષ રૂપિયા પાંચ લાખનું મળશે જેમ માં બાળકનું ધ્યાન રાખે છે તેમ તે જ રીતે સરકાર જનતા જનાર્દનનું ધ્યાન રાખે છે.

આ પ્રસંગે ઝારખંડ ના રાંચીથી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોન્ચીંગ કર્યુ તેનું જીવંત પ્રસારણ વિશાળ પડદા પર દર્શાવવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં  સાંસદ ડો ભારતીબેન, ધારાસભ્યશ્રી જીતુભાઈ, જિલ્લા વિકાસ અધિકારી, મેયર, મ્યુ. કમિશ્નર, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ,  મ્યુ. સ્થાયી સમિતિના અધ્યક્ષ, આરોગ્ય વિભાગના અધિકારી, આમંત્રિતો હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY