રાણપુર પોલીસ અને બોટાદ સીપીઆઈ ટીમ દ્વારા કુંડલી ગામે રેડ પાડતા ૧૨ જુગારીઓ જુગાર રમતા ઝડપાયા.

0
82

રૂ.૧૧૫૩૩૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે રાણપુર પોલીસ અને બોટાદ સીપીઆઈ ની ટીમ દ્રારા કુંડલી ગામે તલાવડી પાસે જાહેરમાં તીનપત્તી નો જુગાર હતા ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.સી એન રાઠોડ,હે.કો.દશરથભાઈ કમેજળીયા,હે.કો.પી ડી સોલંકી,પો.કો.કાળુભાઈ સાથે બોટાદ સીપીઆઈની ટીમના રણજીતભાઈ ધરજીયા,જીગ્નેશભાઈ રોજાસરા,ભરતભાઈ જાદવ અને ધનશ્યામભાઈ એ રેડ પાડતા રમતા ૧૨ શખ્સો જુગાર રમતા ઝડપાઈ જતા અફડાતફડી મચી ગઈ હતી જેમા જયેશભાઈ હરજીભાઈ ચાવડા-ઉ.૩૨ રે.બોટાદ,ભાવેશભાઈ નારણભાઈ પરમાર-ઉ.૩૩ રે.બોટાદ,હિતેશભાઈ મનજીભાઈ પરમાર-ઉ.૩૫ રે.બોટાદ,હરેશભાઈ રમેશભાઈ પરમાર-ઉ.૨૪ રે.બોટાદ,પ્રકાશભાઈ વીરજીભાઈ જાદવ-ઉ.૩૦ રે.બોટાદ,ભરતભાઈ ગોરધનભાઈ ચૌહાણઉ.૪૨ રે.બોટાદ,રાજેશભાઈ ગોરધનભાઈ પરમારઉ.૪૫ રે.બોટાદ,અશોકભાઈ ભાણજીભાઈ રાઠોડ-ઉ.૩૬ રે.બોટાદ,અરવિંદભાઈ જેઠાભાઈ કણજરીયા-ઉ.૩૬ રે.બોટાદ,ધીરૂભાઈ ગોરધનભાઈ કમબોયા-ઉ.૩૩ રે.બોટાદ,ગજુભાઈ સામંતભાઇ ડાભી-ઉ.૪૨ રે.કુંડલી,અશોકભાઈ ગોવિંદભાઈ સોરઠીયા-ઉ.૨૫ રે.બોટાદ.આ તમામ બાર શખ્સો પાસેથી ૪૪૩૩૦ રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન ૧૦ જેની કીંમત રૂ.૩૧૦૦૦ તથા મોટરસાઈકલ ૩ જેની કીંમત રૂ.૪૦૦૦૦ મળી કુલ ૧૧૫૩૩૦(એક લાખ પંદર હજાર ત્રણસો ત્રીસ)ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી રાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ-સી.એન.રાઠોડ કરી રહ્યા છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY