બોટાદ જીલ્લામાં આવેલુ રાણપુર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભુમિ તરીકે ઓળખાય છે.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ રાણપુરમાં અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે માહિતીસભર મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી સચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ મહાત્મા ગાંધી તથા કર્મભુમિ રાણપુર સાથે ઝવેરચંદ મેઘાણીના લાગણીસભર સંભારણા-સંસ્મરણોની રસપ્રદ માહીતી અને દુર્લભ તસવીરો અહી કાયમી પ્રદર્શિત રહેશે મુનીશ્રી સંતબાલજી પ્રેરીત છ દાયકાથી કાર્યરત અને રાણપુરના પ્રવેશ જ આવેલી આ ખાદી સંસ્થામાં રેટીયો કાંતતા ગાંધીજી અને કસ્તુરબાની તસ્વીરો ખાસ સ્મૃતિરૂપે મુકાઈ છે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પરિકલ્પિત આ પ્રદર્શન રાણપુરનુ અનોખુ આકર્ષણ બનીને રહેશે.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી,ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી,સહકારી ક્ષત્રના આગેવાનો દાજીભાઈ ફલજીભાઈ ડાભી,ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી,દીવુબેન વાણીયા,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા,વાલજીભાઇ પિત્રોડા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સહુએ મહાત્મા ગાંધી.કસ્તુરબા.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી.રવિશંકર મહારાજ.મુનિશ્રી સંતબાલજી અને સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠને ભાવાંજલિ અર્પણ કરી હતી ઝવેરચંદ મેઘાણીનાં હ્યદયસ્પર્શી સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા.

૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઇ ડાભીએ તેમની સંસ્થામાં મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી પ્રદર્શનની સ્થાપના થઈ તે બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે ગોવિંદસંગભાઈ ડાભીએ સાંપ્રત સમયમાં ખાદીનુ વિશેષ મહત્વ વિશે જણાવ્યુ હતુ
રિપોર્ટર:-વિપુલ લુહાર(રાણપુર) મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





