સમુહ લગ્નથી ગુજરાતની સામાજીક, ધાર્મિક સમરસતાનો સંદેશ સમગ્ર દેશને મળ્યો છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ભાવનગરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૮૧ દીકરીઓના સમુહ લગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવદંપતિને આશિષ આપતા જણાવ્યું હતું કે, ભાવનગરના આ સમુહ લગ્નથી ગુજરાતની સામાજીક, ધાર્મિક સમરસતાનો સંદેશો સમગ્ર ભારતને મળ્યો છે.
ઉધોગપતિ લખાણી પરિવાર દ્વારા ’’લાડકડી’’ ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સમુહ લગ્નમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદ ન રાખી તમામ જરૂરિયાતમંદ દિકરીઓના લગ્નને બિરદાવતા કહ્યુ હતું કે, ગુજરાત સમગ્ર ભારત દેશને રાહ બતાવી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દિકરી તેના લગ્ન બાદ બે પરિવારોને સાચવતી હોય છે. ગરીબ પરિવારો માટે લગ્નમાં જાન લઇ જવા હેતુ રૂ. ૧,૨૦૦ થી ૨,૦૦૦ સુધીના ભાડાની બસ સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેમ જણાવી સૌને નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી.
કેન્દ્રિય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ અહિ લગ્નમાં જ્ઞાતિ, જાતિ કે ધર્મનો ભેદ ન રાખી સામાજિક સમરસતાના દર્શન થયા છે તેમ જણાવ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાવનું નગર એટલે કે ભાવનગર. જયાં સમુહ લગ્નથી સ્વર્ગ ઉતર્યુ છે તેમ જણાવી નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી.
આ સમૂહલગ્નોત્સવમાં રાજ્યના બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા, સાંસદ ભારતીબેન શિયાળ, સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં નવદંપતિઓને આશિર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





