ભરૂચની નવી વસાહતમાં રહેતાં રાજેશ છગન ગોહિલની ગત દિવસોમાં નંદેલાવ ગામમાં પાસે આવેલ પેરેડાઈઝ કોમ્પલેક્ષના ફ્લેટ નીચેથી આશાસ્પદ યુવાન રાજેશ ગોહિલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પરંતુ પોલીસને હજુ સુધી તેના મોત અંગેનો કોઈ સુરાગ નહિ મળતા સ્થાનિકો તથા પરિવારજનોએ નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.
બનાવમાં નવી વસાહતના લોકોએ પોલીસ તંત્રને એક અરજી આપી વિવિધ મુદ્દાઓ પણ જણાવેલ છે.ભરૂચ નવી વસાહતમા લોકોના જણાવ્યા અનુસાર મૃતક રાજેશ ગોહીલ ભાજપનો સક્રિય કાર્યકર હોય અને સેવાભાવિ હોવાથી તે આત્મહત્યા કરે તેમ જણાતું નથી. ઉપરાંત ફ્લેટ નં.૪૦૪ માં રહેતા મંજુલાના કહેવા પ્રમાણે રાજેશ ગોહીલ તેમના ઘરમાં ગયા નથી. તો રાજેશ ગોહીલ પેરેડાઈઝ કોમ્પેક્ષના ધાબા ઉપરથી કે કોઈ અન્ય માળ પરથી નીચે ફૂડયો હોય તો તે કોની બીકથી ફૂદયો તેની તટસ્થ તપાસ થવી જરૂરી છે.તથા તેના મૃતદેહને જોતા તેનું મૃત્યુ ઉપરથી કુદીને થયું હોય તેમ જણાતું નથી.જેવા બીજા વિવિધ મુદ્દાઓ નવી વસાહતના રહીશો દ્વારા અરજીમાં જણાવી રાજેશ ગોહીલના મોતના કેસમાં યોગ્ય પોલીસ તપાસ થાય અને ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ સાથે એ ડિવિઝન પોલિસ મથકે અરજી આપી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



