નાંદોદ તાલુામાં રવિવારે ચાર અકસ્માત માં છ વ્યક્તિઓ ને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ

રાજપીપળા : નર્મદા જિલ્લા માં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે બહાર થી આવતા પ્રવાસીયો ની સંખ્યા વધી અને એના કારણે નાના મોટા વાહનો ની અવર જવર વધતા અકસ્માતો વધ્યા જેના કારણે ગંભીર ઈજાઓ તથા અકમાત ના કારણે મોત ની ઘટના પણ વધતી જોવા મળે છે ત્યારે ખાસ કરીને શનિ રવિવાર ની રજા માં આ તકલીફ વધુ જોવા મળે છે આમ ગત રવિવારે નાંદોદ તાલુકા માં એકજ દિવસે ચાર અલગ અલગ અકસ્માત માં કુલ છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ હતી
રવિવારે નાંદોદના વીરપોર ગામે થયેલા અકસ્માત માં નરેન્દ્ર અંબાલાલ ગાંધી રહે,છાણી,વડોદરા ની પુરપાટ જતી સ્વીફ્ટ ગાડી નં.જી જી 6 ડી જી 3471 એ આગળ ચાલતી મો.સા.નં.જી જે 6 બી એસ ને પાછળ થી ટક્કર મારતા મો.સા.પર સવાર બંને વ્યક્તિઓ ને ગંભીર ઈજાઓ કરી ગુનો કર્યો જયારે બીજો અકસ્માત રાજપીપળા સબ જેલ પાસે થયો જેમાં ફરી.પ્રજ્ઞેશ રામી રહે,માલીવાડ રાજપીપળા ના પિતા મહેન્દ્રભાઈ ની મો.સા.નં.જી જે 22 કે 0425 સાથે પુરપાટ આવેલી અંકિત મોતીભાઈ ચૌધરી ની મો.સા.નં.જી જે 22 બી 4666 એ અથાડી મહેન્દ્રભાઈ ને ફેક્ચર કરી ગુનો કર્યો ત્યારબાદ એક અકસ્માત વડિયા જકાતનાકા પાસે થયો જેમાં સીટી રાઈડ ગાડી નં.જી જે 06 એક્સ 9743 ના ચાલકે મો.સા.નં.જી જે 05 ડી જી 7264 સાથે અથાડી એક ને ઇજા કરી જયારે છેલ્લો અકસ્માત ધારીખેડા બસ સ્ટેન્ડ પાસે થયો જેમાં મો.સા.નં.જી જે 22 યુ 5981 ના અજાણ્યા ચાલકે ફરિયાદી સંજય ગણપતભાઈ વસાવા રહે,ખોજલવાસા,નાંદોદ ની મો.સા.નં.જી જે 17,1320 સાથે અથાડતાં સંજય અને પાછળ બેઠેલા અન્ય એક યુવાન ને પણ ઈજાઓ કરી પોતાની મો.સા.સ્થળ પર મૂકી અકસ્માત કરનાર ફરાર થઈ જતા આ ચાર પૈકી બે અકસ્માત માં રાજપીપળા અને બે માં આમલેથા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





