વરતેજ તાબેના નવાગામ ખાતે વાડીમાં જાહેરમાં જુગાર રમતા સાતને  ઝડપી લેતી ભાવનગર SOG

0
312

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે SOG શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. શરદ ભટ્ટ તથા અતુલ ચુડાસમાને મળેલ બાતમી આધારે નવાગામ રોડ ઉપર આવેલ વાડીમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ઇસમો પૈકી (૧) લક્ષ્મણ માસાભાઇ ઢીલા ઉ.વ.૬૫ રહે.શિહોર, જી.ભાવનગર(૨) રાજુ પરશોતમભાઇ શિહોરા ઉ.વ. ૩૪ રહે. ગામ-રાજપરા, તા. જી. ભાવનગર  (૩) વિક્રમસિંહ ગુલાબસિંહ ગોહિલ ઉ.વ.૬૧ રહે. ગામ-શામપરા (ખોડીયાર) તા.જી.ભાવનગર(૪) પ્રવિણસિંહ મહિપતસિંહ ગોહીલ ઉ.વ.૫૪ રહે.ગામ-ચમારડી, તા.વલ્લભીપુર જી.ભાવનગર(૫) સેફાભાઇ ભીખાભાઇ ખમલ ઉ.વ.૫૨ રહે.ગામ-શામપરા (ખોડીયાર) તા.જી.ભાવનગર (૬) યોગેશ શીવાભાઇ ગોસાઇ ઉ.વ.૩૫ રહે.ગામ-રાજપરા, તા. જી.ભાવનગર(૭) ભીખા પરશોતમભાઇ મકવાણા ઉ.વ.૬૪ રહે.ગામ-રાજપરા, તા. જી.ભાવનગરને રોકડ રૂપિયા ૧૬,૫૫૦/- તથા મોબાઇલ ફોન-૪ મળી કુલ કિ. રૂપિયા ૨૨,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY