કેવડિયા કોલોની ખાતે ફરી એકજ રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા : લાખોની ચોરીનો અંદાજ 

0
32

વીવીઆઈપી ઓની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ માટે કામગીરી કરવી  મુશ્કેલ બની રહી છે 

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ એક પછી એક રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો ગોઠવાયા છે સાથે વીવીઆઈપી ઓની એકધારી વીઝીટોથી બે દિવસ અગાઉથી સુરક્ષા અને આદિવસીઓનો વિરોધ સાથે સુરક્ષા બંદોબસ્તમાં નર્મદા પોલીસ પોલીસ વ્યસ્ત રહે છે. જેને લઈને તસ્કરી ગેંગ કેવડિયામાં બીજીવાર ત્રાટકી અને એક જ રાતમાં પાંચ દુકાનોને નિશાન બનાવી તાળા તોડી જેમાં રહેલા રોકડ રકમ અને અન્ય સામાન ની પણ ચોરી કરી અંદાજિત લાખોની ચોરી કરી પલાયન થઇ ગયા છે. ત્યારે કેવડિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને FSL ડોગ સ્કોડ બોલાવી આ ચોરોનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોનીમાં ગત 31 જાન્યુઆરી ના એક રાતમાં દુકાનો અને ઘરો મળી 15 સ્થળો પર ચોરી કરી તસ્કરી ગેંગ 2.30 લાખની સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહીતની ચોરી કરી ગઈ હતી . જોકે પોલીસ આ ચોરોનું પગેરું શોધે એ પહેલા તસ્કરો એ બીજીવાર ચોરીને અંજામ આપ્યો હવે પોલીસ સામે પડકાર ફેંક્યો છે ત્યારે કેવડિયા પોલીસે પણ આ ગેંગને ઝડપવા માઈક્રો પ્લાનિંગ કરી લીધું છે, ત્યારે હવે તસ્કરોની ખેર નથી પોલીસે શંકાના સ્થળે તપાસનો દોર શરૂ કરી દીધો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY