ઝઘડિયામાં કંપની સંચાલકો દ્વારા ચોરી છુપે હજારો લીટર પ્રદુષિત પાણી છોડતા ખેતી તથા જાહેરમાં ચરતાં ઢોરના જીવ સામે ખતરો.

0
8

ઝગડીયા જીઆઈડીસીમાં આવેલ પ્રહરીત પિગમેન્ટ્સ કંપની દ્વારા તેમની કંપનીની હદમાં ગૈરકાયદેસર રીતે સંગ્રહ કરેલ પ્રદુષિત હજારો લીટર પાણી જાહેરમાં છોડવામાં આવતા કંપનીને આજુબાજુમાં આવેલ ખેતીને તથા પશુપાલકોના જાહેરમાં ચરતાં ઢોરોના જીવ સામે ખતરો ઉભો થયો છે.

ઝગડીયા જીઆઈડીસીના પ્લોટ નં. ૩૮/૧૧ માં આવેલ પ્રહરીત પિગમેન્ટ્સ કંપની કેમિકલનું ઉત્પાદન કરે છે, કંપની દ્વારા ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થયેલ કેમિકલ વાળું અત્યંત પ્રદુષિત પાણી કંપનીની હદમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. આજ રોજ કંપનીની બાઉન્ડરીની દીવાલની પાસે થી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ પ્રદુષિત પાણી જાહેરમાં કંપનીની હદની બહાર છોડવામાં આવ્યું હતું.જોત જોતામાં હજરો લીટર પ્રદુષિત પાણી વરસાદી પાણીના નિકાલની કાચી ગટર દ્વારા ફેલાયું હતું,કંપની દ્વારા જાહેરમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા ખેતીને નુકસાન થવાની ભીતિ ઉભી થવા પામી છે, ઉપરાંત જીઆઇડીસીની આજુબાજુમાં આવેલ પશુપાલકો ના જાહેરમાં ચરતાં ઢોરો ને પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ જે પ્રદુષિત પાણી છોડવામાં આવેલ તે ૧૦-એસ-પીએચ હોવાનું જાણવા મળ્યું છે, જાહેરમાં પ્રદુષિત પાણી છોડતા આજુબાજુના ગ્રામજનો સરપંચો ઘટના સ્થેળે ભેગા થઇ ગયા હતા અને જીપીસીબી ને જાણ કરતા અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પ્રદુષિત પાણીના નમૂના લઇ તપાસની માટે લેબોરેટરી માં મોકલાલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY