ગરુડેશ્વરના અકતેશ્વર બાયપાસ પર સુતેલી બાળકી પર વાહન ચઢી જતા મોત બાદ વાહન ચાલાક ફરાર

0
314

અસ્થિર મગજની 15 વર્ષીય બાળકી બાયપાસ પાસે સુતેલી ત્યાં કોઇ અજાણ્યા વાહન ચાલકે વ્હીલ ચઢાવી દેતા બાળકીનું કમકમાટીભર્યું મોત

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ભાદરવદેવ ખાતે રહેતા નટવરભાઈ કાનજીભાઈ તડવીએ આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 26 ફેબ્રુઆરીની રાત્રે તેમની દીકરીની દીકરી (પૌત્રી ) અલ્પીતા કે જે અસ્થિર મગજની હોય અકતેશ્વર બાયપાસ પાસે આવેલ ક્રિષ્ણા હોટેલ નજીક સુતી હતી ત્યારે રાત્રીના ૧૧/૪૫ વાગે કોઇ અજાય્યા વાહન ચાલકે એકસીડટ કરી અલ્પીતા પર ગાડીનું વ્હીલ ચડાવી એક્સીડટ કરી ગંભીર ઇજા પોહ્ચાડતા સ્થળ ઉપર મોત નિપજાવ્યું હતું ત્યારબાદ આ અજાણ્યો વાહન ચાલાક ત્યાંથી નાશી ગયો હોય અલ્પીતાના દાદાએ ગરુડેશ્વર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY