ભીડની જાતિ ન પુછો

0
69

આસ્થા અને ભક્તિમાં ડુબેલા શિવભક્ત કાવડિયા દેશભરમાં નજરે પડી રહ્યા છે. કાંવડિયાઓની શ્રદ્ધા અને ઉત્સાહ જાવાલાયક છે. પરંતુ શિવ સેવા માટે નિકળેલા આ શિવભક્તો આ વખતે કેટલીક અનિચ્છનીય ઘટનાઓના કારણે ભારે ચર્ચામાં રહ્યા છે. દિલ્હીમાં એક કાર માત્ર સ્પર્શ કરી જવાની સ્થિતીમાં આક્રોશિત થયેલા કાંવડિયાઓ દ્વારા જે રીતે મહિલાની કારમાં તોડફોડ કરી તે અયોગ્ય છે. તેના વિડિયોને જાઇને તમામ લોકો હચમચી ઉઠ્યા છે. બુલંદશહેરમાં પોલીસ વાહન પર હુમલા અને અન્ય આવી જ ઘટનાના કારણે શ્રદ્ધાળુઓની પ્રતિષ્ઠાને પણ ફટકો પડ્યો છે. હકીકતમાં આ ચર્ચાને હવે માર્ગો પર લઇ જવામાં આવી છે. માર્ગો પર નમાજ અદા કરવા અને અન્ય ધાર્મિક ક્રિયાઓથી તુલના કરવામાં આવી રહી છે. પાર્ટી વિશેષ સાથે આને જાડીને વાત કરવામાં આવી રહી છે. પૂર્ણ ધાર્મિક આયોજનની ટિકા થઇ રહી છે. આ તમામ બાબતો દુખદ અને વાંધાજનક બની ગઇ છે. આ તમામ ઘટનાને કેટલાક કાંવડિયાઓની પણ અપરાધિક હરકત તરીકે લેવામાં આવે તે જરૂરી છે. હજારો કાંવડિયા જે સામાન્ય જનતાને કોઇ તકલીફ કર્યા વગર ચુપચાપ પોતાની આસ્થાની શક્તિ થી સેંકડો કિલોમીટરની ચાલતા યાત્રા કરે છે તેમની ભાવનાની સાથે અન્યાય થશે. કેટલાક કાંવડિયાઓની અરાજકતાના કારણે આ પૂર્ણ ધાર્મિક કાર્યક્રમને બદનામ કરે છે. ભક્ત સમુહ પણ અપમાનિત થાય છે. મોટા ભાગની કાવડ યાત્રા કોઇને કોઇ સંસ્થા અને અન્ય કોઇ દ્વારા આયોજિત હોય છે. આવા સંગઠનોના સંર૭ક રાજકીય, ધર્મગુરૂઓ હોય છે. કેટલાક સમાજસેવી પણ હોય છે. આ તમામ લોકોને એવી ખાતરી કરવી પડશે કે કાંવડ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓમાં કોઇ નશો કરનાર વ્યÂક્ત અથવા તો સમાજ વિરોધી તત્વો સામેલ ન થાય. યાત્રા માર્ગ નક્કી કરતી વેળા પણ સાવધાની રાખવામાં આવે અને કઠોર નિયમ પણ પાળવાની સલાહ આપવી જાઇએ. ભીડવાળા વિસ્તારો અને અન્ય બજારો તેમજ સંકુચિત માર્ગ પરથી તેમના જુલુસ ન નિકળે તેની ખાતરી કરવી જાઇએ. તમામ ધર્મના દરેક ધાર્મિક, રાજકીયઅથવા તો સામાજિક આયોજન માટે તૈયારી પહેલા કરી લેવી જાઇએ. ાળકો અને મહિલાઓ કેટલાક તોફાની તત્વોના કારણે ભયભીત અને દહેશતમાં રહે છે તે બાબત શુ આવા આયોજન કરનાર લોકોને ગમશે. આયોજકો પાસે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોતાના સમુહમાં ઘુસેલા આવા તત્વોની સામે કઠોર કાર્યવાહી કરીને પોલીસને સોંપી દેવામાં આવે. જે શિવને ભોલા ભંડારી તરીકે કહેવામાં આવે છે શુ કેટલાક અરાજક તત્વોના કારણે તેના ભક્તોની આવી છાપ ઉભી થાય તે યોગ્ય છે. કેટલાક કાંવડિયાના ઉપદ્રવને ભીડની માનસિકતા સમજીને પણ જાવાની જરૂર છે. આવા પ્રયાસ ચોક્કસપણે કરવા જાઇએ કે આ પ્રકારથી હુમલા કરનાર લોકોની સંખ્યા કેમ વધી રહી છે. જેની પાસે તાકાત અને ભીડ બળ છે તેને કોઇ કાયદા નડતા નથી. શાસન તેના ગુલામ તરીકે છે. ઇન્સાફ પણ પોતાની રીતે કરે છે. મોબ લિચિંગની માનસિકતાને બદલી નાંખવાની જરૂર દેખાઇ રહી છે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY