માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રકભાઇ મોદી વલસાડની મુલાકાત અન્વબયે જિલ્લા કલેક્ટરના અધ્યનક્ષસ્થાદને અમલીકરણ અધિકારીઓની બેઠક મળી.

0
33

દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા.૨૩મી ઓગસ્‍ટે વલસાડ તાલુકાના જુજવા ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ ખાતુમૂહર્ત કાર્યક્રમમાં પધારનાર છે.  આ કાર્યક્રમને અનુલક્ષીને વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે  સભાસ્‍થળ જુજવા ખાતે નિરીક્ષણ કરી શ્રી આઇ.પી.ગાંધી હાઇસ્‍કૂલ ખાતે  અમલીકરણ અધિકારીઓની બેઠક યોજી હતી.

બેઠકમાં કલેક્‍ટરશ્રી સી.આર ખરસાણે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અન્‍વયે નકકી કરાયેલી સમિતિઓ પેટા સમિતિઓ સાથે બેઠક યોજીને કામગીરી કરવા જણાવ્‍યું હતું. દરેક વિભાગો દ્વારા કરવાની થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. દરેક વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી જવાબદારી સાથે ચોકસાઇપૂર્વક કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમ સ્‍થળે આવનાર જિલ્લા સિવાય અન્‍ય જિલ્લામાંથી અવનાર વાહનોનું પાર્કિંગ, લોકોને પીવાનું પાણીની વ્‍યવસ્‍થા, ટ્રાફિક નિયમન વગેરે બાબતોની વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, અધિક નિવાસી કલેક્‍ટર કમલેશ બોર્ડર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY