બિહારનાં મુઝફ્ફરપુરમાં પૂર્વ મેયરની ગોળી મારીને હત્યા

0
8

મુઝફ્ફરપુર,તા.૨૪
બિહારનાં મુઝફ્ફરપુરાનાં નગર પોલીસ સ્ટેશન અંતર્ગત ફાયર આૅફિસ પાસે રવિવાર સાંજે ઓટોમેટિક વેપન દ્વારા કોઈ અજાણ્યા લોકોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેમનાં ડ્રાઈવર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી હતી. પોલીસ સુપરિટેન્ડેન્ટ મુકુલ રંજને જણાવ્યું કે, પૂર્વ મેયર સમીર કુમાર અને તેમનાં ડ્રાઈવર રોહિત કુમારનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શ્રીકૃષ્ણ મેડિકલ કાલેજ-હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
પૂર્વ મેયર પર હત્યા કરનાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ સુપરિટેન્ડેન્ટ મુકુલ રંજને જણાવ્યું કે, હત્યા કરવા માટે ગુનેગારોએ એકે ૪૭નો ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ જે પ્રમાણે અંધાધૂંધ ગોળીબાર કર્યો છે તે જાઈને સ્પષ્ટ થાય છે કે તેઓએ હત્યા કરવા માટે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY