ભાજપને વધુ એક ઝટકો, મધ્યપ્રદેશના કદાવાર નેતા પદ્મા શુક્લાનું રાજીનામું

0
14

ભોપાલ,તા.૨૪
મધ્યપ્રદેશમાં વર્ષની અંતમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. અહિં ૧૫ વર્ષથી સત્તા પર રહેલી ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. વિજયરાઘવગઢથી ભાજપના કદાવાર નેતા પદ્મા શુક્લાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તેમને રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
શુક્લાએ ૨૦૧૩ ચૂંટણીમાં વિજયરાઘવગઢ વિધાનસભા બેઠક પરથી ઉમ્મેદવારી નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ લાગી રહ્યું છે કે તેમણે કટનીમાં સંજય પાઠકના વિરોધને કારણે રાજીનામું આપ્યું છે. ગત ચૂંટણીમાં તેમણે પાઠક વિરુદ્ધ ઉમ્મેદવારી નોંધાવી હતી. જાકે તેમને માત્ર ૯૩૫ મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના રાજીનામા બાદ ભાજપમાં જાણે ભૂકંપ આવ્યો છે.
નોંધનીય છે કે પાઠક ૨૦૦૮ અને ૨૦૧૩ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમ્મેદવાર હતા. ૨૦૧૩ની ચૂંટણીમાં વિજ્ય મેળવ્યા બાદ તેમણે ભાજપનો હાથ પકડ્યો હતો. હાલમાં તેઓ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલયના રાજ્યમંત્રી છે. પદ્મા શુક્લાએ વડાપ્રધાનનાં મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન જ રાજીનામું આપ્યું છે. જાકે આ બાબતે પાર્ટીના નેતાઓએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY