વિપક્ષની ભૂમિકા એક એલર્ટ જવાનની

0
14

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં હવે તેની પાંચ વર્ષની અવધિ આગામી વર્ષે પૂર્ણ કરી રહી છે આ શાસન દરમિયાન કેટલાક કઠોર અને કેટલાક વિવાદાસ્દ નિર્ણય પણ કરવામાં આવ્યા છે. જેમાં નોટબંધી અને જીએસટી જેવા કઠોર નિર્ણયનો સમાવેશ થાય છે.

કેટલાક ખુબ કઠોર નિર્ણય કરવામાં આવ્યા હોવા છતાં સરકારની અને ખાસ કરીને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. કારણ કે ભ્રષ્ટાચારના કોઇ મામલા આ ગાળામાં આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ વિકાસપર્વમાં અન્ય પ્રધાનો અને નેતાઓ સાથે ભાગ લઇ રહ્યા છે. સાથે સાથે આ ગાળા દરમિયાન સરકાર દ્વારા મેળવવામાં આવેલી સિદ્ધીઓને રજૂ કરી રહ્યા છે. આવી સ્થતીમાં કેટલાક મુદ્દે મોદી સરકારની ટિકા પણ થઇ રહી છે. નોટબંધી અને જીએસટીના મુદ્દે એકબાજુ મોદી સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે મોદીની ચારેબાજુ પ્રશંસા પણ થઇ છે. જાણકાર નિષ્ણાંતોનો સાફ મત છે કે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા એક સાવધાન અને એલર્ટ જવાનની જેમ હોય છે. લોકશાહીમાં સંખ્યા નહી પરંતુ વાતચીતની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહે છે.

કેન્દ્ર સરકારમાં પૂર્વ વધારાના સચિવ તરીકે કામ કરી ચુકેલા મોહનદાસ મેનન સાફ રીતે માને છે કે લોકશાહીના આ કઠોર અને ખુબ જટિલ માહોલમાં સ્વરાજના મૂળ અર્થ લોકોની તાકાત અને કમજારીને ઓળખી કાઢવાના છે. તેમની વધતી આશાઓ અને સંવેદનાને સમજી લેવાની વાત ખુબ મહત્વપૂર્ણ છે. એક ખામીવગરની લોકશાહી વ્યવસ્થ સ્થાપિત કરવા માટે આ દિશામાં આગળ વધવાની બાબત ઉપયોગી છે. ખામીવગરના લોકશાહી મોડલ માટે ઉપરોક્ત તમામ બાબતો પર ધ્યાન ખુબ જરૂરી છે. ભારતીય રાજનેતા આ ક્રમમાં તરત જ પુરતીરીતે જ્યા જ્યારે જરૂર પડી ત્યારે લોકોના ઝનુન, સમસ્યાઓ અને ભાવના પ્રત્યે સંતોષજનક અને જવાબદારીપૂર્વકના વલણ સાથે નજરે પડ્યા છે. જા આવુ ન થયુ હોત તો ક્યારેય ખતમ ન થનાર અસંતોષની બાબતો લોકશાહી માટે પડકારરૂપ બની હોત અને અસંતોષની ભાવના ક્યારેય ખતમ થઇ ન હોત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સારી રીતે જાણે છે કે ભારતીય લોકશાહી માળખુ આવી તમામ બાબતને પહોંચી વળે તે હદ સુધી મજબુત છે. ભારતીય જનતા પાર્ટી માને છે કે તેમનો ઉદ્દેશ્ય પ્રભાવી રીતે સરકારને ચલાવીને જનમાનસમાંથી અસંતોષ અથવા તો નિરાશાની ભાવનાને દુર કરવાનો છે. આવી સ્થતીમાં પણ સરકાર સામે કેટલાક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ દબાણ આવતા રહે છે. જેથી આના પ્રાભાવી સંચાલન માટે જરૂરી છે કે તે આ બાબતની ખાતરી કરે કે તે વહેલી તકે અને સરળરીતે દેશની પ્રજાને સામાન્ય ન્યાય મળે. કાર્યપાલિકા ઇમાનદારીથી જરૂરી કાર્યવાહી કરે અને ન્નાયતંત્ર લોકોની સંવેદનશીલતાને સમજીને કાયદાનુ નિર્માણ કરે. આ રીતે સંબંધિત ક્ષેત્રોમાં કરવામાં ઉપયાથી કેટલીક હદ સુધી દબાણની સ્થતીનો સામનો કરી શકાય છે. મોદીને હજુ સુધી આ બાબતનો અનુભવ થઇ ગયો હશે કે કેન્દ્રિય પ્રધાનમંડળમાં કુશળતા નક્કી કરવા માટે એકબાજુ કેન્દ્રિય પ્રધાનો પર કુશળતાપૂર્વક નિયંત્રણ રાખવા પડશે. બીજી બાજુ વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યોના મુખ્યપ્રધાનોને જરૂરી સ્વાયત્તા આપવી પડશે. એક સર્વે મુજબ કેટલાક સ્વાભાવિક અને કેટલાક વિપક્ષ દ્વારા ભડકાવવામાં આવેલા આંદોલનના કારણે પણ મુલ્યાંકન કરવામાં આવે છે. આંદોલનને હાથ ધરવામાં સફળતા અથવા તો નિષ્ફળતાનુ મુલ્યાંકન આ આધારપર કરવામા આવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારી ઉપલબ્ધ સંશાધનો મારફતે કોઇ પણ જાનમાલના નુકસાન વગર અને જનતાને હેરાન કર્યા વગર શાંતિ સ્થાપિત કરી શક્યા છે કે કેમ.

જનતાની વચ્ચે કોઇ પણ પ્રકારની ઉગ્રતાને નિયંત્રણ કરવા માટે દર્શાવવામાં આવેલી બેદરકારી લોકોના દિલોદિમાગમાં ઘર કરી જાય છે. આ બાબત સુશાસન સામે ખતરારૂપ બની જાય છે. આના કારણે દેશની લોકશાહીને પણ ફટકો પડે છે. રોચક બાબત એ છે કે ૧૮૩૦માં અવેક્સ ડિ નામની એક ફ્રાન્સીસ વ્યક્તએ અમેરિકામાં લોકશાહી દરમિાન પરેશાનીને લઇને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમના મત ખુબ ઉપયોગી સાબિત થયા છે. આજે રાજકીય રીતે કોંગ્રેસની હાલત ભલે કફોડી હોય, ભલે તેની પાસે આંકડા પુરતા ન હોય છતાં વિપક્ષની ભૂમિકા સાર્થક ભૂમિકા હોય છે. રાષ્ટ્રીય હિતમાં સાર્થક વિપક્ષની ભૂમિકા અદા કરવાની તેની જવાબદારી બને છે.

સત્તામાં બહુમતિ સાથે કોઇ પણ પાર્ટી કેમ ન હોય પરંતુ તેને દેશના લોકોના એકાધિકાર મળી જતા નથી. કારણ કે સુશાસન એકબીજા સાથે જાડાયેલી બાબતો છે. સત્તામં રહેતા માનવતા પણ એક પાસા તરીકે છે. બીજી બાબત વિપક્ષમાં રહેલી કોઇ પણ પાર્ટી સત્તામાં આવ્યા બાદ દેશ પર પોતાના એકાધિકારને સમજી શકે નહી. સાથે સાથે જુની નારાજગી દુર કરવા માટે તે સત્તાનો ઉપયોગ પણ કરી શકે નહી. કારણ કે એક મજબુત વિપક્ષ પણ ભારતીય પ્રજા માટે ઉપયોગી હોય છે. તે એલર્ટ જવાનની જેમ ભૂમિકા અદા કરે છે.પ્રથમ બે સ્થતીમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેએ સંસદીય વ્યવસ્થા મુજબ અન્ય પક્ષો સાથે વાતચીત કરવી જાઇએ. સંસદમાં તેમના આંકડા કેટલા છે તે બાબત બાજુમાં મુકીને ધ્યાન આપવુ જાઇએ. મોદીના નેતૃત્વમાં સરકાર જારદાર રીતે આગળ વધી રહી છે પરંતુ વિપક્ષની ભૂમિકા રચનાત્મક રહે તે જરૂરી છે. સરકારની નબળાઇને યોગ્ય રીતે તે રજૂ કરે તે જરૂરી છે. .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY