ભિલાડ ફાયરિંગ બટ વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

0
84

વલસાડ જિલ્લાના ભિલાડ ફાયરિંગ બટ વિસ્‍તારમાં આર.પી.એફ. ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ, વલસાડના કર્મચારીઓની તાલીમના ભાગરૂપે ફાયરિંગ પ્રેક્‍ટિસ જુલાઇ માસની તારીખ ૨૦, ૨૧, ૨૭ અને ૨૮, ઓગસ્‍ટ-૧૮ની ૩, ૪, ૧૦, ૧૧, ૧૭, ૧૮, ૨૪, ૨૫, ૩૧મી તારીખ દરમિયાન તેમજ તા.૧/૯/૨૦૧૮ના રોજ સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી યોજાશે. આ ફાયરિંગ પ્રેક્‍ટિસ દરમિયાન કોઇપણ વ્‍યકિતને ઇજા ન થાય તે હેતુસર વલસાડના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી આઇ.જે.માલીએ એક જાહેરનામા દ્વારા ફાયરિંગ બટ ભીલાડ તા.ઉમરગામ જિ.વલસાડના ર કિ.મી. વિસ્‍તારમાં ઉપરોકત સમય અને તારીખે આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્‍યકિતઓને આ વિસ્‍તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા તેમજ કોઇપણ ઢોર માલિકો તેમના ઢોર-ઢાંખરને લઇને પ્રવેશ કરવા ઉપર મનાઇ ફરમાવી છે. ગોળીબાર પ્રેક્‍ટિસ દરમિયાન ગોળીબારથી ઇજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા પણ જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY