ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાનાં કેટલાંક ગામોએ ચાર કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર પ્રતિબંધ

0
12

ગુજરાત પાવર કોર્પોરેશન લી. દ્વારા તા.૨૭/૦૩/૨૦૧૮ના રોજ અરજી નં.જીપીસીએલ/માઇન/૪૫૬૨૪ થી ભાવનગર જીલ્લાના ઘોઘા અને ભાવનગર ગ્રામ્ય તાલુકાના બાડી, હોઇદડ, મલેકવદર, પડવા, ખડસલીયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા, અને આલાપર ગામની જમીન સંપાદન સંદર્ભે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ અન્વયે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની માંગણી કરેલ હતી, તે કામગીરી દરમ્યાન લોકો સાથે સંભવત: સંઘર્ષ થાય તેમજ ગેરકાયદેસર મંડળી રચી હુલ્લડ કરે તેવી સંભાવના અન્વયે, આ કાર્યવાહી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઇ રહે તે સારૂ સંભવીત પરિસ્થિતિને ધ્યાને લઇ ઉક્ત ગામડાઓમાં અત્રેથી તા.૧૯/૦૬/૨૦૧૮ થી તા.૧૯/૦૭/૨૦૧૮ (એક માસ) સુધી ચાર(૪) કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા ન થાય તે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જેની અવધિ તા.૧૯/૦૭/૨૦૧૮નાં રોજ પૂર્ણ થતી હોઇ, પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરની કચેરીના પત્ર નં.૬૫/સીબી-૫/જાહેરનામુ/૨૨૯૦/૨૦૧૮, તા.૧૬/૭/૨૦૧૮થી સદરહું બાબતે ગુજરાત પાવર કોર્પોરેશન લી.ની અરજી પરત્વે હાલના તબક્કે રીવ્યુ કરતા આ કામગીરી દરમ્યાન તા.૧૭/૦૭/૨૦૧૮ થી તા.૧૬/૦૮/૨૦૧૮ સુધી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ હોઇ, ઉક્ત જાહેરનામું તા.૨૧/૦૭/૨૦૧૮ થી તા.૧૬/૦૮/૨૦૧૮ સુધી ચાલુ રાખવા દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરવુ જરૂરી જણાય છે.

સબબ, ફોજદારી કાર્યરીતી અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તળે મને મળેલ અઘિકારની રૂઇએ હું ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી આ કાર્યવાહી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઇ રહે તે સારૂ સંભવીત પરિસ્થિતિને ધ્યાને લઇ ભાવનગર જીલ્લાના ઘોઘા અને ભાવનગર ગ્રામ્ય તાલુકાના બાડી, હોઇદડ, મલેકવદર, પડવા, ખડસલીયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા, અને આલાપર ગામમાં જાહેર સ્થળોએ તા.૨૧/૦૭/૨૦૧૮ થી તા.૧૬/૦૮/૨૦૧૮ સુધી ૪(ચાર) કે તેથી વધુ માણસોએ પૂર્વ મંજુરી વગર એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવું છું.

આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.”

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY