તા.૮’મીએ ગોપીન ગામથી ફેમિલી ફાર્મર ઝુંબેશ મુખ્યમંત્રી શરૂ કરાવશે

0
7

ગામ આધારીત પ્રાકૃતિક ખેતી માટે અભિયાન શરૂ કરાશે
સુરત, તા.૬
આ બહુમુખી ફાયદાઓ સાથેનું અભિયાન સમગ્ર રાજ્ય અને દેશમાં પહોîચાડવા માટે ફેમિલી ફાર્મર અભિયાનનો પ્રારંભ આગામી તા.૮-૬-૨૦૧૯ને શનિવારે રાત્રે ૮.૦૦ વાગે, ગોપીન ગામ, અબ્રામા રોડ, મોટા વરાછા સુરત ખાતે થવા જઈ રહ્ના છે. તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેરનાં અનેક નામાંકિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેનાર છે. તદ્ઉપરાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. તેમ આજે પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ટ્રસ્ટી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માનવી દિન પ્રતિદિન અનેક રોગોથી ઘેરાતો જાય છે. કેન્સર, હૃદયરોગ જેવા ભયંકર રોગોથી સેકડો લોકો પીડાય રહ્ના છે. ત્યારે આવા અનેક રોગોથી બચવા માટે રસાયણ મુક્ત ખોરાકની ખૂબ જ જરૂરીયાત છે. રસાયણ મુક્ત ખોરાકની પ્રાપ્તિ કરવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવા વગર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપમા ફેમિલી ફાર્મર બનાવવા ખૂબ જ જરૂરી છે. જેથી બહુમુખી ફાયદા ધરાવતા આ અભિયાનને બળ મળશે.
પ્રાકૃતિક ખેતીથી થનારા ફાયદા
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ફેમિલી ફાર્મર બનાવાશે જેથી આપણા ઘરે રસાયણમુક્ત ખોરાક ઉપલબ્ધ થશે અને આપણું પરિવાર તંદુરસ્ત બનશે.
જે પરિવારનાં ઘરે રસાયણ મુક્ત ખોરાક ઉપલબ્ધ થશે તે પરિવાર તો તંદુરસ્ત થવાનું છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અભિયાનને પણ સહયોગ પ્રાપ્ત થશે.
જે પરિવારના ઘરે રસાયમ મુક્ત ખોરાક ઉપલબ્ધ થશે તે પરિવારï તો તંદુરસ્ત બનશે જ સાથો સાથ તંદુરસ્ત સમાજ નિર્માણના અભિયાનમાં તે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.
અનેક પરિવારોના ઘરે રસાયણ મુક્ત ખોરાક ઉપલબ્ધ થવાથી ગૌ સેવા અભિયાનને પણ સહયોગ મળશે. કારણ કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીïમાં જીવામૃતનું ખૂબ જ મહત્ત્વ છે. આ જીવામૃત બનાવવા માટે ગાયનું છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત પડતી હોય છે. દરેક ખેડૂતને ગાયની જરૂરીયાત ઊભી થવાથી ‘‘ગાય બચાવો’’ અભિયાનને સહયોગ પ્રાપ્ત થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY