ભુજ, શુક્રવારઃ
કોઇ પણ ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઇ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટરના અંડરટેકીંગના કોઇપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ કરી શકશે નહીં તે અંગેનું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી રેમ્યા મોહન દ્વારા બહાર પડાયું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશન કે તેના પ્રિમાઇસીસનો ઉપયોગ કરી શકાશે નહીં. આ એકોમોડેશનમાં રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલ હોય તેનું જ એક વાહન જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રહી શકશે. આ એકોમોડેશન ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે.
જે પોલીટીકલ ફંક્શનરીને ઝેડ સ્કેલ કે તેથી ઉપરની કે તેને સમકક્ષ સિક્યોરિટી આપવામાં આવેલ હોય તેવા વ્યકિતઓને પ્રવર્તમાન જોગવાઇઓને આધારે એકોમોડેશન આપી શકાશે પરંતુ આ એકોમોડેશન જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ તા. ૨૭-૫-૨૦૧૯ સુધી રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


