મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાંચૂંટણી કાર્યાલય ખોલવા ઉપર પ્રતિબંધ

0
12

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ભુજ, શુક્રવારઃ

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ જિલ્લામાં કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈ પણ વ્યક્તિ/સંસ્થાએ નિયત થયેલા મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણીના હેતુ માટે ચૂંટણી કાર્યાલય ખોલવા ઉપર કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી મતી રેમ્યા મોહન દ્વારા  જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જાહેર કે ખાનગી સ્થળે કોઈ પણ પ્રકારના દબાણ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. ધાર્મિક સ્થળોએ કે તેના પરીસરમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજુબાજુમાં પણ ચૂંટણી કાર્યાલય ખોલી નહીં શકાય. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. ચૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ધ્વજ અને પક્ષના ચિન્હ – ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર લગાવી શકાશે.

કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો / દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં. આ જાહેરનામુ આગામી તા. ૨૭-૫-૨૦૧૯ સુધી અમલી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY