વડોદરાના બે વિદ્યાર્થી કેરળ પૂરમાં ફસાયા,પરિવારમાં ચિંતાનુ મોજુ

0
11

બે વિદ્યાર્થી કોચિના અલુવામાં ફસાયા
સુરત,તા.૧૮
કેરળમાં પૂરને કારણે અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. હજી પણ પૂરમાં અનેક લોકો ફસાયેલા છે. બચાવકામગીરી માટે વિવિધ રાજ્યમાંથી બચાવ ટુકડીઓ પણ કેરળ પહોંચી રહી છે. કેરળમાં આવેલા ભારે પૂરને કારણે વડોદરાના બે સ્ટુડન્ટ પર કોચી શહેરમાં ફસાયા હોવાની માહિતી મળી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે વડોદરામાંથી સાઉન્ડ એંજીન્યરિંગ કરવા માટે ગયેલા બે વિદ્યાર્થી કોચીના અલુવામાં ફસાયા છે. બંને વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી અહીં ફસાયેલા છે. વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બંને વિદ્યાર્થીઓએ અલુવામાં એક ફ્લેટમાં આશ્રય લીધો છે. બંને વિદ્યાર્થીઓની છેલ્લે શુક્રવારે પરિવાર સાથે વાત થઈ હતી. બાદમાં બંનેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મળી રહેલી માહિતી પ્રમાણે આ ફ્લેટમાં જમવા કે પાણીની કોઈ વ્યવસ્થા પણ નથી. ગુજરાતના બે વિદ્યાર્થીઓ સાથે ૧૦ લોકો આ ફ્લેટમાં ફસાયા છે.
એકવા શહેરના અમુક વિસ્તારોમાં ૧૫ ફૂટ જેટલું વરસાદનું પાણી ભરાઈ ગયું છે. હાલ અહીં સુધી બચાવ કે રાહત કામગીરી કરી રહેલા લોકો પહોંચી શક્યા નથી. વીજળી ન હોવાને કારણે ગુજરાતના બંને વિદ્યાર્થીઓના મોબાઇલની બેટરી પણ ડાઉન થઈ ગઈ છે.
કોચીનમાં ફસાયેલા એક વિદ્યાર્થીનું નામ ભૂમિક પ્રવિણ રાજ અને બીજાનું નામ પરીક્ષિત પંડ્યા છે. બંને સાઉન્ડ એંજીન્યરિંગનો અભ્યાસ કરવા માટે કોચીન ગયા હતા. કેરળમાં ભારે વરસાદને કારણે હાલ બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતામાં મૂકાયા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY