બિહારમાં કાંગ્રેસની ૨૦-૨૦ની માગણીથી આરજેડીને આઘાત લાગ્યો..!!

0
14

પટના,તા.૨૯
બિહારમાં લોકસભાની સમાન સંખ્યાની બેઠકો પરથી ચૂંટણી લડવા પરજનતા દળ (યુ) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) સહમત થયાના દિવસોમાં જ કાંગ્રેસે અચાનક જ રાજ્યના મહાગઠબંધનમાં વધુ બેઠકોની માગણી કરતા અચરજ ફેલાયું હતું. કાંગ્રેસે રાજ્યમાં ૨૦ બેઠકો પરથી ચૂંટણી લડવાની માગણી કરી છે. આમ ૨૦ બેઠક પરથી આરજેડી લડશે. કાંગ્રેસની ૨૦-૨૦ની માગણીથી આરજેડીને આઘાત લાગ્યો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે મુખ્ય હરીફ તરીકે પોતાને કાંગ્રેસ ગણે છે જેને કારણે આરજેડી તકલીફમાં મુકાયો છે. કાંગ્રેસે ૨૦ બેઠક માગતા રાજ્યમાં આરજેડી માટે ૨૦ જ બેઠક રહી ગઇ છે. ૨૦ બેઠક માગવા પાછળનું કાંગ્રેસનું ગણિત છે પોતાના સાથીપક્ષોને સમાવવાનું. કાંગ્રેસના કાર્યકારી પ્રમુખ કૌકાબ કાદરીએ આવી માગણી કરાઇ હોવાની વાત સ્વીકારતા કહ્યું હતું કે અત્યારે તો કાંંગ્રેસને આટલી બેઠકો ફાળવવી જાઇએ.
અગાઉની સમજૂતી પ્રમાણે આરજેડી ૨૦થી ૨૨ બેઠક પર ચૂંટણી લડવાનો હતો. બાકીની બેઠકોમાં આઠ જ કાંગ્રેસને ફાળવવાની હતી જ્યારે બાકીની મહાગઠબંધનના અન્ય સાથીપક્ષોને ફાળવવાની હતી. અત્રે એ ઉલ્લખનીય છે મહાગઠબંધનમાં કાંગ્રેસ અને આરજેડી ઉપરાંત હિન્દુસ્તાની અવામી મોરચા, ડાબેરી પક્ષો, લોકતાંત્રિક જનતા દળ અને સમાજવાદી પક્ષનો સમાવેશ થાય છે.
અલબત્ત, કાદરી કહે છે કે કાંગ્રેસની માગણીમાં આશ્ર્‌ચર્યજનક બાબત કાંઇ જ નથી. તમામ સાથીપક્ષોને બેઠકો કાંગ્રેસના હિસ્સામાંથી જ ફાળવવાની હોવાથી કાંગ્રેસ માટે ૨૦ બેઠકની માગણી યોગ્ય જ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY