મોદી સરકાર અમીરોનું દેવું માફ કરે છે પણ ગરીબો માટે કંઈ કરતી નથી ખેડૂતોનું દેવુ માફ નહીં કરે તો ૧૧માં દિવસે બદલાઇ જશે કોંગ્રેસના મુખ્યમંત્રી : રાહુલ ગાંધી

0
21

ભાજપનો ધર્મ ભ્રષ્ટાચાર,પીએમ મોદી ભયભીત છે,શિપ્રા નદીનું પાણી જાઈ કોઈ નેતા પી લે તો બેહોશ થઈ જશે
ભોપાલ,તા.૨૯
મધ્યપ્રદેશમાં ચૂંટણીના પ્રચાર માટે પહોચેંલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જબરદસ્ત કટાક્ષ કર્યા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન એક મોટું એલાન પણ કર્યુ. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં તેમની સરકાર એટલે કે, કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ ૧૦મા દિવસે ખેડૂતોનું દેવું માફ કરશે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, જા ૧૦મા દિવસે મુખ્યમંત્રીએ દેવું માફ ન કર્યુ તો ૧૧માં દિવસે તેઓ મુખ્યમંત્રી બદલી દેશે અને ૧૧માં દિવસે જ મુખ્યમંત્રી બદલીને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં જા એક ગરીબ મહિલા બિલના પૈસા નથી ચૂકવી શકતી તો સરકાર તેની મદદ કરવાના બદલે તેને પકડીને જેલમાં ધકેલી દે છે અને દેશને હજારો-કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને ભાગી જતા લોકોને સરકાર કંઇ નથી કરતી. રાહુલ ગાંધીએ પકોડાને ઉદ્દેશીને કહ્યું કે, તમે પકોડા તળશો તો બીજેપી તમારા પૈસા લઇ જશે. આ લોકો તમારા તેલ અને પકોડા બંન્ને લઇ જશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેહૂલ ચોકસી, વિજય માલ્યા અને નિરવ મોદીને ભાઇ કહે છે, પણ અમારા માટે આ ભાગેડૂ ભાઇ નહીં પણ ગરીબ મહિલા બહેન છે. વધુમાં તેમણે પીએમ મોદીને આડેહાથ લેતાં જણાવ્યું કે, મોદી સરકાર અમિરોનું ૩.૫ લાખ કરોડ રૂપિયાનુ દેવું માફ કરે છે પણ ગરીબો માટે કંઇ કરતી નથી.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે આગળ કહ્યું કે પૂર્વ સૈનિકોએ જણાવ્યું કે મોદીજીએ વન રેંક વન પેંશનની વાત કરી અને જ્યાં પણ જાય છે કહે છે કે વન રેંક વન પેંશન થઇ ગયું. જ્યારે સત્ય છે કે આજ સુધી વન રેંક વન પેંશન નથી થયું. મોદીજી ખોટુ બોલે છે. હિન્દુસ્તાનના વડાપ્રધાને ફ્રાંસના રાષ્ટ્રપતિને કહ્યું કે, જા રાફેલ હવાઇ જડાહનો સોદો કરવાનો છે તો કોન્ટ્રાક્ટ HALને નહી અનિલ અંબાણીને મળશે. નરેન્દ્ર મોદીજીને અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ રૂપિયા આપવા માટે મધ્યપ્રદેશના યુવાનો પાસેથી રોજગાર છીનવ્યો છે.
રાહુલ અનુસાર, સીબીઆઈ નિર્દેશક રાફેલ ડીલ મામલાની તપાસ કરાવવાના હતા. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું હતું. ડર અને ગભરાટના કારણે સીબીઆઈ ડેપ્યુટીને રાતના બે વાગ્યે હટાવી (રજા પર મોકલી) દીધા, કેમ કે તેઓ રાફેલ પર તપાસ થવાથી ડરી રહ્યાં છે. દેશને તેનાથી ખબર પડી જશે કે ચોકીદાર ચોર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY