બિહારના પટણા રેલ્વે સ્ટેશન પર ૧૦૦ ફૂટ ઊંચો તિરંગો લહેરાવાશે

0
8

પટના,તા.૨૩
પટના જંકશનના પરિસરમાં ૧૦૦ ફૂટ ઉંચો તિરંગો લહેરવામાં આવશે. આ તિરંગાની ખાસિયત એ છે કે તે કોઈ કાપડ નહી પરંતુ એલઈડી લાઈટથી ઝળહળી ઉઠશે. ૩૧ ડીસેમ્બર પહેલા આ તિરંગાને બનાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે આ તિરંગાને બનાવવા માટે ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
રેલ્વે બોર્ડના નિર્દેશ પર રાષ્ટ્રીય પ્રતિક રૂપે આ તિરંગાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તિરંગો લાઈફટાઇમ સુધી અહિયાં સ્થાયી રહેશે. ડીઆરએમ રંજન પ્રકાશ ઠાકુરે જણાવ્યું હતું કે પટના જંકશન પર એલઈડી તિરંગો લગાવવાનું કામ આવતા અઠવાડિયેથી શરુ કરવામાં આવશે. ઝોનના મુખ્ય કાર્યલય જાડેથી પણ આ બાબતે મંજુરી મળી ગઈ છે.
પટના જંકશન બાદ બીજા પણ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તિરંગો લહેરવામાં આવશે. એટલું જ નહી પણ આ તિરંગાની નાજુમાં મહાવીર મદિર પાસે મુસાફરોને આરામ કરવા માટે સ્થાયી શેડનું પણ નિર્માણ થશે. એક-એક શેડમાં આશરે ૫૦૦ યાત્રિકો રહી શકશે.
વધુમાં ડીઆરએમે જણાવ્યું હતું કે સ્થાયી શેડમાં યાત્રિકો માટે શૌચાલય અને મુત્રાલયની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત પીવાના પાણીની પણ વ્યવસ્થા હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY