ભુજ શહેરમાંથી આરોપી પકડી કેબલ વાયરો તથા ભંગારની જુદી-જુદી ૧૦ અનડીટેકટ ચોરીનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

0
90

પશ્ચિમ કચ્છ-ભુજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એમ.બી.ઔસુરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અત્યંત ભરોસા લાયક બાતમીદાર દ્રારા બાતમી મળેલ કે, અંજલીનગર મારાજની વાડી પાસે, લખુરાઇ ચાર રસ્તા પાસે શકીલ ઇસા કુંભાર ભંગારના વાડા પર અબડાસા તથા લખપત તાલુકાના માણસો ચોરી છળકપટથી મેળવેલ તાંબાના વાયરો વેંચાવા માટે આવેલ છે અને હાલે તેઓ સકીલના વાડા પર હાજર છે જેથી તાત્કાલીક વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) સકીલ ઇસાક કુંભાર,૨૭, રહે.લખુરાઇ ચાર રસ્તા, ભુજ (ર) અલી અકબર હાજીઇસ્માઇલ લુહાર, ઉ.વ.૨૧, રહે.બંદરા, તાલુકો લખપત.(૩) અલીમામદ ઉર્ફે બાપલી લતીફ લુહાર, ઉવ.૨૮, રહે.બંદરા, તાલુકો લખપત (૪) વિજય ઉર્ફે બાવાજી મોતીગર ગૌસ્વામી, ઉ.વ.૪૦, રહે.વાયોર, તાલુકો અબડાસા, વાળાઓને તાંબાના વાયર રપ કિલો ગ્રામ કિંમત રૂ.૯,૫૦૦/- સાથે પકડી પાડેલ અને આ વાયર બાબતે યુકિત પૂર્વક પુછપરછ કરતા જણાવેલ કે.આ વાયરનો જથ્થો નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર સીમ, તથા રતડીયા સીમ, બાંડીયા સીમ, નાની ખોંભડી સીમમાં આવેલ ઇનારકોન કંપનીની પવન ચકકીઓમાંથી કેબલ વાયરોની ચોરીઓ કરેલ છે. તથા વાયોર સુઝલોન કંપનીની ઓફીસ પાછળ થી તથા એ.બી.જી. કંપનીમાંથી કેબલ વાયરો તગા ભંગારની ચોરી કરેલાનુ કબુલાત કરેલ જે અંગે ખરાઇ કરતા નખત્રાણા પોલુસ સ્ટેશન માં ૯ ચોરીના ગુના તથા વાયોર પોલીસ સ્ટેશનમાં ૧ એમ કુલે- ૧૦ ચોરીના ગુના દાખલ થયેલ હોઇ ઉપરોકત આરોપીઓને આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092           ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY