બિહારના કટિહારમાં વીજળી પડતાં ત્રણ મજૂરોનાં મોત: એક ગંભીર

0
67

પટના,તા.૨૫
ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદ ચાલુ થઇ ગયો છે. બિહારના કટિહાર જિલ્લામાં વીજળી પડવાથી ત્રણ મજૂરોનાં મોત થયાં છે અને એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની વિગતો એવી છે કે કટિહાર જિલ્લાના ગોવાબાડી ખાતે મજૂરો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં ત્રણનાં મોત થયાં હતાં.
બિહાર ઉપરાંત રાજસ્થાનમાં વરસાદ ચાલુ થઇ ગયો છે. જાધપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જાધપુરમાં ભારે વરસાદ પડવાના કારણે કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જાધપુર ઉપરાંત ભીલવાડામાં કેટલાંક સ્થળોએ વરસાદ પડતાં ગરમીમાં રાહત મળી હતી. સરેરીમાં બે ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત શ્રીગંગાનગર, પાલી, ઉદયપુર સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં જયપુર સહિત રાજસ્થાનમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ પ૮ ટકા જેટલું વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ર૯ જૂન સુધીમાં ચોમાસું શરૂ થવાની આગાહી કરાઇ છે. દક્ષિણી-પશ્ચિમી મોન્સૂન નિર્ધારિત સામાન્ય તારીખથી ત્રણ દિવસ પહેલાં આગળ વધી જતાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વરસાદ થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY