નર્મદા જિલ્લામાં હેતુ ફેર કર્યા વિના થતા ગેરકાયદેસર બાંધકામ સામે કલેકટર પગલાં લેશે…?

0
100

જો હેતુફેર કર્યા વિનાનું બાંધકામ તંત્રની નજરમાં આવે તો એની સામે દંડ ભરવાની જોગવાઈ હોય છે,જો એ દંડ ભરે તો બાંધકામને કાયદેસરનું ગણાય છે,પણ કાયદાની આ છટકબારીથી નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

જો ખરેખર સરકારી નિયમો સાથે ચેડાં કરી થતું આ બાંધકામ અટકાવવું હોય તો તંત્રએ માત્ર દંડ ભરવાનું નહિ એ બાંધકામ તોડવાનો હુકમ કરે તો જ લોકો આમ કરતા અટકશે.

રાજપીપળા :નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે.સાથે સાથે મોટે ભાગના લોકો ખેતી પર નભે છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખેતી લાયક જમીન પર હેતુ ફેર કર્યા વિના કોમર્શિયલ બંધકામ થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.સાગબારાના સેલંબામાં ખેતી લાયક જમીન પર હેતુ ફેર કર્યા વિના ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની લેખિત ફરિયાદ એક મહિલાએ નર્મદા જિલ્લા કલેકટરને કરી હતી.તો એ મહિલાની ફરિયાદને લઈને નર્મદા જિલ્લા કલેકટરે તાત્કાલિક એ મામલે કાર્યવાહી કરવા સાગબારા મામલતદારને કડક શબ્દોમાં સૂચના આપી હતી.

એ સૂચના બાદ સાગબારા મામલતદારે કાર્યવાહી કરી નર્મદા કલેકટરને પોતાનો એહવાલ રજૂ કર્યો હતો.એ એહવાલમા એમ જણાવ્યું હતું કે આ બાંધકામ ખેતી લાયક જમીનમાં ગેરકાયદેસર થઈ રહ્યું છે.બીજી બાજુ બાંધકામ કરનાર વ્યક્તિએ એમ જણાવ્યું છે કે હું સરકારી નિયમો મુજબ દંડની રકમ પણ ભરવા તૈયાર છું.હવે મામલતદારના આ એહવાલથી એ સાબિત થયું છે કે બાંધકામ કરનાર પણ જાણતો હશે અને બાંધકામની પરમીશન આપનાર ગ્રામપંચાયત પણ જાણતી હશે કે આ બાંધકામ ગેરકાયદેસર રીતે કરાઈ રહ્યું છે.જો હેતુફેર કર્યા વિનાનું બાંધકામ તંત્રની નજરમાં આે તો એની સામે દંડ ભરવાની જોગવાઈ હોય છે,જો એ દંડ ભરે તો બાંધકામને કાયદેસરનું ગણાય છે,પણ કાયદાની આ જ છટકબારીથી નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામનો ધંધો ફુલયો ફાલ્યો છે.

હવે સાગબારા મામલતદારના એહવાલ બાદ નિર્ણય નર્મદા જિલ્લા કલેકટરે લેવાનો છે.જો ખરેખર સરકારી નિયમો સાથે ચેડાં કરી થતું આ બાંધકામ અટકાવવું હોય તો માત્ર દંડ ભરવાનું નહિ પણ સાથે સાથે એ બાંધકામ તોડવાનો જો નર્મદા જિલ્લા કલેકટર હુકમ કરે તો જ લોકો ખુલ્લેઆમ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા અટકશે સાથે એમને સબક પણ મળશે.બાકી કાયદાની આ છટકબારીનો દુરુપયોગ વધશે અને વહીવટીતંત્ર લોકોમાં હાંસીનું પાત્ર બનશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે નર્મદા જિલ્લામાં ક્યા ગેરકાયદેસર બાંધકામ થયા છે.તો એના જવાબમા બે જિલ્લાની મોટી એક સહકારી સંસ્થાએ જ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું,જોકે એ સહકારી સંસ્થાએ પણ જેતે જિલ્લા કલેકટરના આદેશ મુજબ દંડની રકમ ભરી હતી,જો આવું ને આવું જ ચાલ્યા કર્યું તો એક દિવસ એવો પણ આવશે કે ગેરકાયદેસરનું બાંધકામ કરતા કોઈ ખચકાશે નહિ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY