સીબીઆઇની પ્રતિષ્ઠા પર હવે પાણી

0
35

 સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇથી સર્જાયેલા સકંટ વચ્ચે સરકારે એકાએક મોટુ અને સાહસી પગલુ લઇને તમામને ચોંકાવી દીધા હતા.

આ મામલો હજુ પણ વધારે ગંભીર બનેલો છે. વ્યાપક ખેંચતાણ અને ગંભીર પ્રકારના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત તપાસ ટીમ બદલી નાંખી છે. સમાધાનના પ્રયાસમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા.

બીજી બાજુ વર્માની જગ્યાએ એમ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપી દીધી હતી. રાવ સીબીઆઈમાં હજુ સુધી જાઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૮૬ની બેંચના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારંગલ જિલ્લાના નિવાસી છે.કેન્દ્ર સરકારના નિર્ણયની સામે પડીને આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી છે. જ્યાં તેમની અરજીને સ્વીકારી લેવામાં આવી છે અને હવે શુક્વારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. સ્વાભાવિક છે કે આંતરિક લડાઇ, ભ્રષ્ટાચાર અને વિખવાદના કારણે સીબીઆઇની પ્રતિષ્ઠા પર પાણી ફરી વળ્યુ હતુ. તમામ જાણકાર લોકો માને છે કે વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને પાળતુ પોપટ તરીકે ગણાવીને તેના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે કહ્યુ હતુ.

આને સ્વાયત્ત બનાવવા માટે તેના નિર્દેશકની નિમણુંક પ્રક્રિયાને બદલ નાંખવા માટે કહ્યુહતુ. એ વખતે નક્કી કરવામાં આવ્યુ હતુ કે જુદા જુદા વિભાગોના પ્રતિનિધી મળીને તેના નિર્દેશકની પસંદગી કરશે. સાથે સાથે તેની અવધિ નિશ્ચિત રહેશે. લોકપાલ અને લોકાયુક્ત કાનુન ૨૦૧૩ હેઠળ સીબીઆઇના નિર્દેશકની નિમણૂંક જે કોલેજિયમ દ્વારા કરવામાં આવે છે તેમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા, અથવા તો લોકસભામાં સૌથી મોટી પાર્ટીના નેતા તેમજ ભારતના પ્રધાન ન્યાયાધીશ અથવા તો તેમના દ્વારા નિમવામાં આવેલા કોઇ જજ સામેલ થાય છે. નિર્દેશકની અવધિ બે વર્ષ નક્કી કરવામાં આવી છે. એક શાસન તંત્રના રૂપમાં ભારતની સફળતા ખુબ હદ સુધી સીબીઆઇના કામકાજ અને તેની પ્રતિષ્ઠા પર આધારિત હોય છે. તેનુ સ્વરૂપ પોપટ જેવુ હોવુ જાઇએ નહીં. સાથે સાથે મજબુરીમાં કામ કરે તેવી સંસ્થા જેવુ પણ સ્વરૂપ હોવુ જાઇએ નહીં.ત્‌ સીબીઆઇમાં આ સમગ્ર નાટકીય ઘટનાક્રમની શરૂઆત મંગળવારે રાત્રે ૧૧ વાગ્યા શરૂ થઇ હતી. સૌથી પહેલા સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માએ આદેશ જારી કર્યો હતો કે સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના પાસેથી તમામ જવાબદારી પરત લઇ લેવામાં આવી રહી છે.

સીબીઆઇ દ્વારા અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે. મંગળવારના દિવસે દિલ્હી હાઇકોર્ટમાં સીબીઆઇએ એક બોંબ ફોડીને અસ્થાના પર વસુલી રેકેટ ચલાવવાનો આરોપ મુક્યો હતો. જા કે અસ્થાનાએ આને રદિયો આપ્યો હતો. સાથે સાથે વર્મા પર તેમને ફસાવી દેવાના વળતા આરોપ મુક્યા હતા. સીબીઆઇના ડિરેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યા બાદ તરત જ સક્રિય થઇને આ સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી હતી. સરકારે નવો આદેશ જારી કરીને સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દીધા હતા. સાથે સાથે અસ્થાનાને પણ રજા પર મોકલી દીધા હતા.

ત્યારબાદ તરત જ સરકાર દ્વારા આદેશ કરીને કહેવામાં આવ્યુ હતુ કે વર્માની જગ્યાએ નાગેશ્વર રાવ વચગાળાના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. તેમની વર્માની જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. સીબીઆઈમાં હાલમાં રાવ જાઇન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ ૧૯૮૬ની બેંચના ઓરિસ્સાના આઇપીએસ અધિકારી રાવ તેલંગણાના વારંવગલ જિલ્લાના નિવાસી છે. કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે રાવની તાત્કાલિક ધોરણથી વરણી કરવામાં આવી રહી છે. બીજ બાજુ સીબીઆઇમાં ટોપ અધિકારીઓ વચ્ચે ખેંચતાણના કારણે સ્થતી ગંભીર બની રહી છે. તપાસ સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો થઇ રહ્યા છે. સીબીઆઇમાં લડાઇનો અંત હજુ પણ આવે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. સરકારની પ્રતિષ્ઠાને પણ આના કારણે ફટકો પડ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY