ટ્રૅડ-વારમાં વિરામની શકયતા : અમેરિકા-ચીન વચ્ચે મંત્રણા શરૂ

0
7

બીજિંગ,તા.૮
અમેરિકા-ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ હળવું થવાની શકયતા છે. બંને દેશના પ્રતિનિધિઓએ વાટાઘાટ શરૂ કરી હતી. ચીનનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યુ છે અને અમેરિકાના વ્યાપાર પર પણ અસર થઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ-ટ્રેડ વાર ૨૦૧૮ના પ્રારંભથી શરૂ થઈ હતી.
ગત વર્ષે અમેરિકાના પ્રમુખ ડાનલ્ડ ટ્રમ્પે ૨૫૦ અબજ ડાલરની ચાઈનીઝ ચીજવસ્તુઓ પર પચીસ ટકા સુધી આયાત ડ્યૂટી લાદી હતી. તેના જવાબરૂપે ચીને ૧૧૦ અબજ ડાલરની અમેરિકી ચીજવસ્તુઓ પરની આયાત ડ્યૂટી વધારી હતી. પહેલી જાન્યુઆરીથી ૯૦ દિવસ સુધી કોઈ ટેરિફ નહીં વધારવા બંને દેશો સહમત થયા હતા. અમેરિકાના વ્યાપાર ટ્રેડના પ્રતિનિધિ જેફરી ગેરીશના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળે ચીનના પ્રતિનિધિ મંડળ સાથે બે દિવસીય બેઠક શરૂ કરી છે. ચીનના વેપાર સલાહકારે જણાવ્યું હતું કે હાલની બેઠક તમામ પ્રશ્ર્‌નો ઉકેલી શકશે નહીં, પરંતુ બંને દેશો આ દિશામાં આગળ વધ્યા છે તે મહત્વનું છે. વેપાર અસમતુલા દૂર કરવા કોઈ ઉકેલની આશા છે. બંને દેશની વાટાઘાટ પૂર્વે ચીને હળવું વલણ અપનાવીને અમેરિકાએ સોયાબીનની ખરીદી પુનઃ શરૂ કરી છે. અમેરિકી કારની આયાત પરની ટેરિફ રદ કરી છે. ‘મેડ ઈન ચાઇના – ૨૦૨૫’ હાઈટેક પોલિસીમાં ધીમું વલણ અપનાવ્યું છે.
બંને દેશ વચ્ચેની વેપારી તંગદિલી દૂર કરવા પહેલી માર્ચની ડેડલાઇન નિર્ધારિત કરી છે. અમેરિકન પ્રમુખ ડાનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે દ્વિપક્ષી વાટાઘાટ સારી રીતે ચાલી રહી છે. સાથોસાથ ચીમકી પણ આપી હતી કે બંને પક્ષ ૯૦ દિવસની અંદર સંપૂર્ણ સહમતી મેળવવામાં નિષ્ફળ જશે તો અમેરિકામાં બાકીની ૨૬૭ અબજ ડાલરની ચાઈનીઝ વસ્તુની નિકાસ પર ટેરિફ લાદવા તૈયાર જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY