ગુરદાસપુર,તા.૨૭
પંજાબના ગુરૂદાસપુર લોકસભા બેઠક પરથી બીજેપીએ સની દેઓલને ટિકિટ આપતા દિવંગત એક્ટર અને પૂર્વ બીજેપી સાંસદ વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ નારજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ મને આશ્વાસન આપ્યું હતું કે મને ટિકિટ આપવામાં આવશે.
સની દેઓલને ટિકિટ મળતા કવિતા ખન્નાએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ સની દેઓલ માટે પ્રચાર કશે ત્યારે તેમણે કહ્યું કે સની દેઓલે મને પ્રચાર માટે આમંત્રણ આપ્યું નથી. હા પણ તેઓ ચૂંટણી જરૂર જીતે એવી મારી ઇચ્છા છે.
તેમણે પાર્ટી પર બળાપો કાઢતા કહ્યું કે વિનોદ ખન્ના ગુરૂદાસપુર બેઠક પરથી જ્યારે જ્યારે બીજેપીની ટિકિટ પર ઉભા રહ્યાં છે ત્યારે તેઓ જીત્યાં છે. પાર્ટીએ મને આશ્વાસન પણ આપ્યું હતું કે ટિકિટ આપવામાં આવશે પણ આપી નહીં. હું આ વાતથી ઘણી દુખી છે.
પોતાના અન્ય એક નિવેદન પર કવિતા ખન્નાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મીડિયામાં મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. મે જાહેરમાં કિયારેય એવું કહ્યું નથી કે પાર્ટીએ મને દગો આપ્યો, મે એમ કહ્યું હતું કે મારી સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું અનુભવું છું. હા પણ હું આજે પણ વડાપ્રધાન નરેન્દ્રના સપોર્ટમાં છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



