ન્યુ દિલ્હી,તા.૩૦
આસામમાં ભાજપના સહયોગી દળ આસામ ગણ પરિષદમાંથી પ્રધાન બનેલા અતુલ બોરાએ કેન્દ્રની સરકારને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે, જા સરકાર નાગરિક સુધારા બિલ પાસ કરશે તો અમે સરકાર સાથે ગઠબંધન તોડી નાખીશું.આસામમાં ભાજપે આસામ ગણ પરિષદ સાથે મળીને સરકાર બનાવી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપની સરકાર માટે આ ઘણી મોટી સમસ્યા છે. નાગરિક સંશોધન બિલ ૨૦૧૬ને લઈને મોટાભાગના રાજ્યોમાં સરકારનો વિરોધ થઈ રહ્યો છે.
મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાનો રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે. આ બિલ અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાનના નાગરિકોને પણ સરળતાથી ભારતની નાગરિકતા આપવાની જાગવાઈ છે. આ મુદ્દાનો વિરોધ કરી રહેલા ઘણા રાજકિય દળોનું કહેવું છે કે, રાજ્યમાં આ કારણે ખોટી પરંપરાની શરુઆત થશે.
ગણ પરિષદના વિરોદ પછી ભાજપની સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનેવાલ પણ આ મુદ્દે બેકફૂટ પર છે. સુરક્ષાની દ્રષ્ટિ સરહદ પર વધુ સતર્કતા ગોઠવી દેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



