પણજી,તા.૩૦
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર હાસ્પિટલમાં હોવાથી ગોવાના કારભારમાં કંઇ ફરક નથી પડ્યો, કારણ કે તેઓ નવી દિલ્હીની એઇમ્સમાંથી બધી આૅફિશિયલ ફાઇલ કિલયર કરી રહ્યા છે, એવી માહિતી ગોવાના એક વરિષ્ઠ પ્રધાને આપી હતી.
પર્રિકર નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)માં તેમની સ્વાદુપિંડને લગતી બીમારી માટે સારવાર હેઠળ છે.
ગોવાના મુખ્ય પ્રધાન હાસ્પિટલમાંથી બધી ફાઇલ કિલયર કરી રહ્યા છે. તેમની પાસે જે પણ ફાઇલ મોકલવામાં આવે છે તેને તેઓ બેથી ત્રણ દિવસમાં કીલયર કરીને મોકલી આપે છે. કોઇ પણ ફાઇલ પેન્ડિંગ નથી, એમ ગોવા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના પ્રધાન સુદીન ધવલીકરે જણાવ્યું હતું.
એક કાર્યક્રમમાં ધવલીકર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે પોર્ટુગીઝ સરકાર સાથે પાણી પુરવઠા અને સેનિટેશન અંગેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પર્રિકરના આદેશ મુજબ રાજ્યના કેબિનેટ સભ્યોની દર બુધવારે રિવ્યુ મીટિંગ ભરવામાં આવે છે અને વહીવટી મૂંઝવણો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવે છે. ત્યાર બાદ આ મીટિંગનો રિપોર્ટ મુખ્ય પ્રધાનને મોકલવામાં આવે છે.
દરેક પ્રધાન તેમના ખાતાનો અખત્યાર સંભાળવા અને રાજ્યના કારભાર માટે સક્ષમ છે. અમારા વહીવટી કામ પર મુખ્ય સચિવ દેખરેખ રાખે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પર્રિકર (૬૨)ને ૧૫ સપ્ટેમ્બરથી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ સારવારાર્થે અમેરિકા ગયા હતા.
એકાદ અઠવાડિયા પહેલા ભાજપની ટીમે ગોવાની મુલાકાત લીધી હતી અને પર્રિકરની ગેરહાજરીમાં રાજ્યની વસ્તુસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત બાદ ભાજપે જાહેર કર્યું હતું કે પર્રિકર ગોવા રાજ્યની સરકાર સંભાળશે. છેલ્લા કેટલાક સમયથી પર્રિકરની નાદુરસ્ત તબિયતને કારણે રાજ્યના ફલક પર તેમની ગેરહાજરીથી અનેક તર્કવિતર્કોને મોકળું મેદાન મળ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





