એસસી/એસટી બિલમાં સંશોધનને મંજૂરી, સરકાર સંસદમાં રજૂ કરશે બિલ

0
8

ન્યુ દિલ્હી,તા.૧
લાંબા સમયથી વિવાદમાં રહેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમાં કેન્દ્રીય કેબિનેટ તરફથી સંશોધનને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પછી મોદી સરકાર સંશોધન થયેલા બિલને હાલના સંસદીય સત્રમાં રજુ કરશે.
આ મામલે દ્ગડ્ઢછમાં સરકારના સહયોગી પક્ષ લોક જનશક્તિ પક્ષના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. પાસવાને પોતાની વાત રજુ કરતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મોદી સરકારની છાપ દલિક વિરોધી બની રહી છે. જેને જાતાં મોદી સરકારે આ બિલમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટ તરફથી આ વર્ષની શરૂઆતમાં એક્ટના કેટલીક જાગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેનો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી. કોર્ટના ચુકાદો આવતાં જ ઘણાં રાજ્યોમાં દલિત સંગઠનો તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાંક સ્થાનો પર હિંસક ઘટનાઓ પણ થઈ હતી.
કોર્ટના ચુકાદા પછી મોદી સરકાર પર દબાવ વધી ગયુ હતું અને કોંગ્રેસ સહિત તમામ વિરોધી પક્ષ સરકારને દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યું છે. આ મામલે ના સહયોગી પક્ષોએ પણ સરકાર સામે નારજગી વ્યક્ત કરી હતી અને સરકાર સામે આ મામલે મહત્વનો નિર્ણય કરવાની માંગણી કરી હતી.
કોર્ટના ચુકાદાને જાતાં રામવિલાસ પાસવાન સહિત મોદી સરકારમાં સહયોગી સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો અને પાસવાને તો મોદી સરકાર વિરૂધ્ધ ૯ ઓગસ્ટે આ મામલે રસ્તા પર ઉતરવાની પણ ધમકી આપી હતી અને સરકારનો વિરોધ કરવાની વાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY