ત્રણ રાજ્યની હાર બાદ ભાજપ નમશે!,શિવસેનાને અડધોઅડધ બેઠક આપવા તૈયાર!!

0
4

મુંબઈ,તા.૨૭
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારના પડઘા મહારાષ્ટ્રમાં પડી રહ્યા છે. સાથીપક્ષ શિવસેના તેના પર શાબ્દિક હુમલાઓ કરવામાં તો કંઈ બાકી નથી રાખતી, પરંતુ સાથે હવે વિધાનસભાની બેઠકમાં પણ પોતાનો હાથ ઉપર કરી રહી છે. બિહારમાં નીતીશકુમાર સાથે યુતિ કરતા જે રીતે ભાજપે નમવું પડ્યું રીતે જ શિવસેના પણ ભાજપ સામે મોટું મોઢું ખોલી રહી છે. ભાજપના જ વિશ્ર્વસનીય સૂત્રોનું માનીએ તો શિવસેનાને ૨૮૮માંથી ૧૩૮ બેઠક આપવા ભાજપ તૈયાર છે. ૧૩૮ પર ભાજપ લડશે અને અન્ય બાર બેઠક સાથી ઘટકોને આપવાની વાત ચાલી રહી છે.
બીજા એક ગણિત અનુસાર ગયા વર્ષે ભાજપતરફી માહોલ હોવા છતાં શિવસેના અને ભાજપ અલગ અલગ લડ્યા ત્યારે ૩૧ જગ્યા ગુમાવવી પડી હતી. વિરોધપક્ષોએ જીતેલી ૪૦ જગ્યામાંથી ૧૬ જગ્યા એવી હતી જ્યાં ભાજપ બીજા ક્રમાંકે અને ૧૫ જગ્યા એવી હતી જ્યાં શિવસેના બીજા ક્રમાંકે હતી. આમ ૨૦૧૪માં યુતિ થઈ હોત તો ૩૧ જગ્યા પર ભાજપ-સેનાએ વિજય મેળવ્યો હોત. ૨૦૧૪માં યુતિ ન થઈ કારણ કે શિવસેના ૧૫૧ જગ્યાની માગ પર અટકી પડી હતી. સેનાએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરવા યુવા નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને આગળ કર્યો હતો. જ્યારે ભાજપે શિવસેનાને ૧૪૪ સીટ આપવાની તૈયારી બતાવી જ હતી જે તે સમયે સેના માટે મોટી તક સાબિત થઈ શકી હોત. ભાજપ સાથે અન્ય નાના પક્ષો પણ જાડાયા હતા. એનડીએ તરીકે બધા સાથે લડ્યા હોત તો આજે વિધાનસભામાં પણ સંખ્યાબળ બહુ મજબૂત હોત તેમ એક ભાજપના પદાધિકારીએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી અને કેન્દ્ર તેમ જ રાજયની નેતાગીરીને સતત વખોડતી સેના મનગમતું મળે તો ફરી ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર થઈ જશે તે નક્કી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY