ન્યુ દિલ્હી,તા.૧
ક્રેડિટ પોલીસીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. હવે રેપો રેટ ૬.૨૫%થી વધીને ૬.૫% થયો છે. રિઝર્વ બેંકે સતત બીજી પોલીસીમાં રેપો રેટ વધાર્યો છે.
ઇમ્ૈંએ મોંઘવારીની ચિંતાને કારણ દરમાં વધારો કર્યો છે. આ નિર્ણય રિઝર્વ બેંકની મોનિટરી પોલીસી કમિટિએ ૩ દિવસ સુધી ચાલનારી બેઠકમાં કર્યો છે.
રેપો રેટ વધવાથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનની વધી જશે. રેપો રેટ તે દર છે જેના પર બેંક રિઝર્વ બેંક પાસેથી પૈસા લે છે.
રિઝર્વ બેંકની આ જાહેરાત બાદ શેરબજારમાં અસર જાવા મળી. સેન્સેક્સ ૫૦ પોઇન્ટથી વધુ ગગડ્યો. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે ૭.૪% રહેવાનું અનુમાન લગાવ્યુ છે.
રિઝર્વ બેંકનું અનુમાન છે કે, એપ્રિલ-જુન ૨૦૧૯માં મોંઘવારી વધીને ૫% થઇ જશે. જે બાદ રિવર્સ રેપો રેટ ૬.૨૫ થઇ જશે. જે ઓક્ટોબર થી માર્ચ ૨૦૧૯ સુધીમાં વધીને ૪.૮% થશે.
ઓક્ટોબર ૨૦૧૩ બાદ પહેલીવાર એવું થયું છે કે સતત બે પોલીસીમાં દર વધારવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે મોંઘવારીને ૪% રાખવાનો લક્ષ્ય રાખ્યો છે. જુનમાં મોંઘવારી ૫% પાર થઇ ગઇ હતી. મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે.
રિઝર્વ બેંક મુખ્યત્વે મોંઘવારીને કાબૂમાં રાખે છે. મોંઘવારીને કાબુમાં રાખવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો અથવા ઘટાડો કરે છે. જા મોંઘવારી ઓછી થાય તો રેપો રેટમાં કાપ મુકવામાં આવે છે. જેથી લોકો વધારે ખર્ચ કરે.
લોકોને ઓછા વ્યાજ પર લોન મળે છે તો લોકો વધારેમાં વધારે ખર્ચ કરે છે. જા મોંઘવારી વધતી રહેશે તો રિઝર્વ બેંક રેપો રેટ વધારી દે છે. જેથી લોન મોંઘી થાય અને લોકો વ્યાજ પર પૈસા લેવાનું ઓછું કરે. બજારમાં પૈસા ઓછા આવે તો મોંઘવારી ઓછી થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




