ન્યુ દિલ્હી,તા.૨૯
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોને લઈને ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. આ મુદ્દા પર રાજકીય તાપમાનમાં બ્રિટનમાં કરવામાં આવેલી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીપ્પણીથી વધ્યું છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની શીખ વિરોધી રમખાણોમાં કોઈપણ ભૂમિકાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે.
આના સંદર્ભે પંજાબમાં શિરોમણિ અકાલી દળે કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તો હવે ભાજપના સાંસદ કિરણ ખેરે પણ ગાંધી-નહેરુ પરિવારને નિશાને લીધો છે. ચંદીગઢથી ભાજપના સાંસદ કિરણ ખેરે કહ્યું છે કે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોને લઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ માફી માગવી જાઈએ.
તેમણે આરોપ લગાવ્યો છે કે ખુદ માફી માગવાના સ્થાને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આના માટે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આગળ કરી દીધા હતા. કિરણ ખેરે આના માટે મનમોહનસિંહ દ્વારા ૨૦૦૫માં રાજ્યસભામાં આપવામાં આવેલા એખ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મનમોહનસિંહે ૧૯૮૪ની ઘટનાઓ માટે ખાસ કરીને શીખ સમુદાય અને આખા દેશની માફી માંગી હતી.
કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે વળતો શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતુ કે એવું લાગે છે કે સાંસદ હોવા છતાં કિરણ ખેરને તથ્યોની જાણકારી નથી અને તેઓ સમાચાર વાંચતા નથી. જયવીર શેરગિલે કહ્યું છે કે સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પહેલા જ ૧૯૮૪ના રમખાણોને લઈને માફી માંગી ચુક્્યા છે અને રાહુલ ગાંધી પણ સ્પષ્ટપણે કહી ચુક્્યા છે કે આ મુદ્દે કોંગ્રેસનું પણ આ જ વલણ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





