લાંબા સમય બાદ શિવપાલ યાવદે સમાજવાદી સેક્યુલર માર્ચો બનાવ્યો

0
14

લખનઉ,તા.૨૯
લાંબા સમયથી સમાજવાદી પાર્ટીની ઉપેક્ષા સહન કરી રહેલા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે આખરે નવો રાજકીય પક્ષ રચ્યો છે. શિવપાલ યાદવના આ નવા પક્ષનું નામ સમાજવાદી સેક્્યુલર મોર્ચા આપવામાં આવ્યું છે.
શિવપાલ યાદવે આ પ્રસંગે કહ્યું હતું કે, તે સમાજવાદી પાર્ટીથી ઉપેક્ષિત લોકોને આ મોર્ચા સાથે જાડવાનું કામ કરશે. શિવપાલ એવો પણ દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ સમાજવાદી સેક્્યુલર મોર્ચા સાથે જાડાશે.
ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સમાજવાદી પાર્ટીમાં આંતરીક કલેહ સામે આવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવને તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારથી શિવપાલ અખિલેશથી અસંતુષ્ટ ચાલી રહ્યાં હતાં. હવે શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીથી અલગ થઈ સમાજવાદી સેક્્યુલર મોર્ચા નામની પોતાની રાજકીય પાર્ટી ઉભી કરી છે.
આ બાબતની જાહેરાત કરતા શિવપાલ યાદવે કહ્યં હતું કે, તે નેતાજી મુલાયમ સિંહને સમ્માન ના આપવાથી દુખી છે. સેક્્યુલર મોર્ચાના સહારે નાના પક્ષોને જાડશે. તેમણે કહ્યું હતું કે, તે સમાજવાદી પાર્ટીથી અસંતુષ્ટ લોકોને સ્ક્્યુલર મોર્ચા સાથે જાડશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, મુલાયમ સિંહ પણ આ મોર્ચા સાથે જાડાશે.
તાજેતરમાં જ તેમણે રક્ષા બંધનના તહેવારે બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ કહ્યું હતું કે, રાહ જાતા જાતા દોઢ વર્ષ થઈ ચુક્્યું છે, આખરે કેટલી ઉપેક્ષા સહન કરવાની. સહન કરવાની પણ કોઈ મર્યાદા હોય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY