ક્યાંક તાપી શુદ્ધિકરણ અભિયાન માત્ર ફોટોસેશન પૂરતું સિમિત તો નહીં રહી જાય..??

0
434

સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮

તાપીનદીની સફાઈ માટે ભાજપ શાસકોને ફરી એકવાર પ્રેમ ઉભરાયો છે. ગયા વર્ષે તાપી માટે ‘રન ફોર તાપી’ના નામે સુરતીઓને દોડાવ્યા હતાં. હવે આગામી રામનવમીથી તાપી શુદ્ધિકરણ અભિયાનના નામે સુરત શહેરના લોકોને તાપીની સફાઈના કામે લગાડવા માટેનો ખોંખારો ખાધો છે. જાકે, છેલ્લાં પંદર વર્ષમાં આવાં અભિયાનોના અનુભવને જાતા આ તાપીશુદ્ધિકરણ અભિયાન શરૂ થાય તે પહેલાં જ તેની સફળતા અંગે અનેક અટકળો પણ વહેતી થઈ ગઈ છે.

સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ઠાકર (ભજિયાવાળા) એ સોશિયલ મીડિયામાં એક વીડિયો વહેતો મૂયો છે. તાપીનદીની પૃષ્ઠભૂમિ ઉપર ઉભા રહીને તૈયાર કરેલા તેમના આ વીડિયોમાં તેમણે તાપીની હાલતને સુધારવા માટે શહેરીજનોથી માંડીને એનજીઓને પણ આગળ આવવા માટે અપીલ કરી છે. જાકે, આ અભિયાનની સાથે તાપી શુદ્ધિકરણ માટે સુરત પાલિકા, સુડા, જિલ્લા પંચાયત, રાજ્યસરકાર પોતાની જવાબદારીને કેટલી સુપેરે નિભાવશે તેનો કોઈ ફોડ પડાયો નથી. ગતવર્ષે રાજ્ય સરકારે પણ તાપી નદીના શુદ્ધિકરણ માટે ૯૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત તો કરી હતી પરંતુ આ જાહેરાત પોથીમાંના રિંગણાં જેવી જ સાબિત થઈ છે. આને લીધે આ અભિયાન શરૂ થાય તે પહેલાં જ તેની સફળતા અંગેની અનેક અટકળો પણ વહેતી થઈ છે.

તાપીનદી શુદ્ધિકરણ માટે સુરત પાલિકા, સુડા, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારે મળીને એક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. તાપી નદીમાં ભળતી ગંદકીઓ અટકાવવાથી માંડીને તાપી નદીમાં ભળતી ખાડીઓને ડાયવર્ટ કરવી, જળકુંભી, લીલ, વેલ દૂર કરવા જેવા અનેક પ્રયોજનો તેમાં સામેલ કરાયા હતાં. તેમાં રાજ્ય સરકારે ૨૦ ટકા રકમ આપવા માટેની જાહેરાત પણ કરી હતી. જાકે, આ જાહેરાત કર્યા પછી હવે રાજ્ય સરકારે માત્ર ૧૦ ટકા રકમ જ આપવા માટેની તૈયારી બતાવતા આર્થિક તંગીની સ્થતિ અનુભવી રહેલી સુરત પાલિકાના માથે નવી ચિંતા ઉભી થઈ છે, તેવું પાલિકાના આધારભૂત વર્તુળોનું કહેવું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY