એરપોર્ટ પર સ્ક્રીનિંગ દરમ્યાન હેડબેગમાંથી વોલેટ્‌સ,મોબાઈલ,ચાર્જર બહાર કાઢવા પડશે

0
14

ન્યુ દિલ્હી,તા.૨૯
એરપોર્ટ પર સ્ક્રીનિંગ દરમિયાન હવે તમારે વોલેટ્‌સ, મોબાઇલ ફોન, ચાર્જર અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટ્‌મ્સને હેન્ડબેગમાંથી બહાર નિકાળવા પડશે. અત્યાર સુધી માત્ર લેપટોપ્સ અને ટેબલેટ્‌સને જ અલગથી ટ્રે માં સ્ક્રીનિંગ માટે રાખવામાં આવતું હતું. હવે આ ચીજાને પણ ટ્રે માં તપાસ માટે રાખવી પડશે. આટલું જ નહીં અલગ સાઇઝની પેનની પણ એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ થશે. એનું કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેનમાં ચાકૂ મળી આવવાનો મામલા સામે આવ્યા છે.
દિલ્હીની બહારથી ઉડાણ લેનાર યાત્રીઓને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર જલ્દી આ સુરક્ષાનું પાલન કરવાનું કહેવામાં આવી શકે છે. સીઆિએસએફના એક અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ પર ફાસ્ટ સિક્્યોરિટી ક્લિયરન્સ માટે દેશભરમાં આવું કરવામાં આવી રહ્યું છે.
જા તે ઓફિસરે કહ્યું કે શંકાની સ્થિતિમાં અમારે જાતે જ પૂરી બેગની તપાસ કરવી પડે છે અને બધો સામાન બહાર નિકાળવો પડે છે. એનાથી પ્રોસેસિંગનો ટાઇમ ધીમો થઇ જાય છે એવામાં શંકાસ્પદ આઇટ્‌મ્સની અલગથી તપાસ થવાથી પ્રક્રિયા ઝડપી થઇ શકે છે. એનાથી ચેકિંગની ક્વોલિટી પર કોઇ અસર પડશે નહીં.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY