તુતીકોરિન,તા.૪
તમિળનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બીજેપી સામે નારેબાજીના આરોપમાં એક મહિલાની ધરપકડ પર મામલો એકદમ રાજનૈતિક થઇ ગયો છે. ડીએમકે પ્રમુખ એમ. કે સ્ટાલિનની ધરપકડની નિંદા કરતાં તેમણે કÌšં કે, આ બોલવાની આઝાદી પર મોટો હુમલો કર્યો છે.
આખી વાત એમ છે કે લુઇ સોફિયા નામની મહિલા વિમાનમાં તમિળનાડુ બીજેપી અધ્યક્ષ તમિલસાઇ સુંદરરાજનની સાથે જ પ્રવાસ કરીને તૂતીકોરિન ગઇ હતી. સુંદરરાજન જેવા સામાન લેવા માટે લગેજની પાસે પહોંચ્યાં, મહિલાએ “ફાંસીવાદી બીજેપી સરકરા હાય-હાયના નારા લગાવવાના શરૂ કરી દીધા. નારેબાજીથી હેરાન સુંદરરાજન અને સોફિયા વચ્ચે થોડો વિવાદ પણ થયો. જે પછી સુંદરરાજનની ફરિયાદ પર પોલીસે સોફિયાની ધરપકડ કરી લીધી. જે બાદ મહિલાને ૧૫ દિવસની ન્યાયિક હિરાસતમાં કોકિરાકુલમ મોકલી દેવામાં આવી હતી.
બીજી તરફ આ મામલામાં ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને ધરપકડ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવતાં કર્યું કે, આ મામલો લોકતંત્ર અને બોલવાની આઝાદી સામે છે. તેમણે સોફિયાને તરત જ મુક્ત કરવાની માગ કરતા કહ્યુ કે, તમારે એ લાખો લોકોની ધરપકડ કરવી પડશે જે આવા નારા લગાવે છે. હું પણ આ રીતે નારા લગાવીશ. ફાસીવાદી બીજેપી સરકાર હાય-હાય.
આ મામલામાં સોફિયાના પિતા બીજેપી નેતા તમિલસાઇ સુંદરરાજન અને બીજેપી કાર્યકર્તાઓ સામે તેમની દીકરીને ધમકાવવા અને અપશબ્દો બોલવાનો આરોપમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





