મારામાં રાજ કપૂર જેવી પ્રતિભા નથી: રણબીર કપૂર

0
138

મુંબઈ,તા.૨૮
ટોચના અભિનેતા રણબીર કપૂરે કહ્યુ હતું કે મારામાં લેજંડરી અભિનેતા ફિલ્મ સર્જક રાજ કપૂર જેવી પ્રતિભા નથી. આમ છતાં મને મળતા રોલને જીવંત કરવા હું બેસ્ટ પ્રયાસો કરતો રહું છું. આવતી કાલે રજૂ થનારી સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ એટલી સરસ રીતે કર્યો છે કે આ ફિલ્મ જાનારા સૌ કોઇએ રણબીરને બિરદાવ્યો છે. અગાઉ બરફી ફિલ્માં એણે મૂગા બહેરા ટાઇપનો રોલ કરેલો જેમાં એ લગભગ રાજ કપૂરના મેનરીઝમની નિકટ પહોંચી ગયો હતો. હાલ એ કરણ જાહરની બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે અને તાજેતરમાં એને શમશેરા ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો.
એની કેટલીક ફિલ્મો હિટ નીવડી છે તો કેટલીક ફ્લોપ નીવડી છે. એ કહે છે કે રાજ કપૂરની પ્રતિભાનો અંશ માત્ર મારામાં કદાચ જાવા મળે. એણે કહ્યુ, ‘આરકે ફિલ્મ્સ રાજ કપૂરના કારણે આરકે ફિલ્મ્સ છે. મારે મારી સમજ પ્રમાણે ફિલ્મો બનાવવી છે. મેં એટલા માટે તો જગ્ગા જાસૂસ આરકે સ્ટુડિયો સાથે ભાગીદારીમાં નહીં પરંતુ અનુરાગ બસુની ભાગીદારીમાં બનાવી હતી. મારે આરકે સ્ટુડિયોની ઇમેજને ધોખો પહોંચાડવો નથી. એની પાછળ મારા દાદાના ખૂનપસીનો વહેલાં છે. રાજ કપૂરમાં જે પ્રતિભા અને પાત્રને અનુરૃપ સંશોધન કરવાની જે શÂક્ત હતી એ મારામાં નથી એ હું કબૂલ કરું છું.’

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY