ન્યુ દિલ્હી,તા.૨૨
કેન્દ્રીય જળસંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ ગંગા નદીને નિર્મળ અને અવિરલ બનાવવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે માર્ચ-૨૦૧૯ સુધીમાં ૮૦ ટકા અને ૨૦૨૦ના માર્ચ માસ સુધીમાં ગંગા નદી સંપૂર્ણપણે નિર્મળ થઈ જશે.
ગડકરીએ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગંગા નદીમાં ઠલવાતી ગંદગીને રોકવા માટે વન સિટી-વન ઓપરેટર યોજના હેઠળ એક સમજૂતી વખતે મીડિયાની સાથેની વાતચીતમાં આના સંદર્ભે દાવો કર્યો હતો. તેમણે કહ્યું છે કે ગંગાને નિર્મલ અને અવિરલ બનાવવાનું સપનું પૂર્ણ થવાના આરે છે. ગંગા નદીના તટ પર વસેલા ૪૫૦૦ ગામડાને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવામાં આવ્યા છે.
ગડકરીએ કહ્યું છે કે યુપીમાં ગંગા સફાઈની સાથે જાડાયેલી ૧૦ હજાર કરોડ રૂપિયાની પડતરવાળી ૭૩ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે અને તેમાની ૧૩ યોજનાઓનું કામ પૂર્ણ થઈ ચુક્્યું છે. ગડકરીએ કહ્યું છે કે ગંગાની સાથે યમુનાની સફાઈ માટેનું પણ કામ ચાલી રહ્યું છે.
૨૭ ડિસેમ્બરે યમુનાની નિર્મળતાને લઈને દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે એક મોટા કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. તેમા દિલ્હી સરકાર પણ સામેલ થશે. યમુનાની સફાઈ માટે ૩૫૦૦થી ૪૦૦૦ કરોડ રૂપિયાની પડતર કિંતની ૧૧ યોજનાઓ શરૂ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




