કેરળમાં પૂર બાદ રેટ ફીવર : ૧૨ લોકોના મોતથી ફફડાટ

0
10

તિરુવનંતપુરમ્‌,તા.૪
ઓગસ્ટ મહિનામાં આવેલા ૯૪ વર્ષના સૌથી વિનાશકારી પૂર બાદ હવે ચેપી રોગચાળો અને મહામારીનું સંકટ ઊભું થયું છે. પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં લેપ્ટોસ્પેરોસિસની બિમારી ફેલાઈ છે. આ રોગને સ્થાનિક ભાષામાં રેટ ફીવર પણ કહેવામાં આવે છે.
સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, રવિવાર સુધીમાં ૩૭ર લોકો રેટ ફીવરથી પીડિત હોવાની પુÂષ્ટ થયા બાદ તમામ અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ૧ર જેટલા લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં આવેલા વિનાશક પૂર બાદ અલગ અલગ પ્રકારની બીમારીઓથી અત્યાર સુધીમાં કુલ પ૪ લોકોનાં મોત થયાં છે.
સદીની સૌથી મોટી કુદરતી આફત સામે ઝઝૂમી રહેલા કેરળના નસીબમાં હજુ પણ રાહત ન હોય તેવું લાગી રÌšં છે. કેરળમાં જે જે વિસ્તારોમાં પૂરનાં પાણી ઓસરી ગયાં છે ત્યાં હવે ચેપી રોગચાળો ફેલાયો છે. ઘરે ઘરે તાવના દર્દી જાવા મળી રહ્યા છે.
રેટ ફીવરના ભયને ધ્યાનમાં રાખીને કેરળમાં આગામી છ સપ્તાહ સુધી હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કોઝિકોડ અને પથાનમતિટ્ટા જિલ્લામાં ૭૧થી વધુ લોકોમાં રેટ ફીવરનાં લક્ષણો જાવાં મળ્યાં છે. આ બીમારી જાનવરો દ્વારા માણસોમાં ફેલાય છે અને પૂર દરમિયાન તેનો ખતરો બમણો થઈ જાય છે.
સ્વાસ્થ્ય પ્રધાન કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે, લોકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. બચાવ કામગીરી માટે પ્રભાવિત વિસ્તારોમાં દર્દીઓને એન્ટિબાયોટિક્સ (ડોક્સિસિલિન)નો કોર્સ આપવામાં આવી રહ્યો છે. કોઝિકોડ જિલ્લામાં આ રોગ સૌથી વધુ દોખાયો છે અને ત્યાંની હોસ્પિટલોમાં રેટ ફીવરના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, લેપ્ટોસ્પેરોસિસ એટલે કે રેટ ફીવર એક પ્રકારનું બેક્ટોરિયલ ઈન્ફેક્શન છે, જે પાણી દ્વારા અસરકારક રીતે ફેલાય છે. તેની શરૂઆત સંક્રમિત જાનવરોના મૂત્રથી થાય છે. આ રોગથી પીડિત વ્યÂક્તને સખત તાવ આવે છે અને છાતી તથા માંસપેશીમાં અસહ્ય પીડા થાય છે. કાસરગોડ જિલ્લાને બાદ કરતા ભારે વરસાદ અને પૂરથી રાજ્યના અન્ય તમામ ૧૩ જિલ્લા પ્રભાવિત થયા છે. રાજ્યમાં લગભગ ર૦ લાખ લોકો પૂરના પાણીથી બેહાલ બન્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY