વલસાડના ફ્રેમસ વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ, ૩ સેટ બળીને ખાક

0
33

વલસાડ,તા.૨૧
વલસાડના જાણીતા વૃદાંવન સ્ટુડિયોમાં મોડી સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાત જાતામાં ધાર્મિક સિરીયલોના સેટ બળીને ખાખ થઈ ગયા છે. આગની ઘટના વાયુવેગે લોકો સુધી પહોંચતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટુડિયોની ભીષણ આગ ૧ કિમી દૂરથી પણ દેખાતી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડના જાણીતા વૃદાંવન સ્ટુડિયોમાં મોડી સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બનતા ચારેબાજુ અરેરાટી વ્યાપી ગઈ હતી. જે તે સમયે અચાનક આગની ઘટના બનતા જાત જાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. આગની ઝપેટમાં ત્રણ જેટલા ધાર્મિક સિરીયલોના સેટ બળીને ખાખ થઈ ગયા હતા.
આગની ઘટનાને પગલે ઉમરગામના ત્રણ જેટલા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા કામે લગાવી દેવામાં આવ્યા હતી. પરંતુ ભારે જહેમત ઉઠાવ્યા બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. આગના પગલે આસપાસના ગામોમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જાઈ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
અહીં ધાર્મિક સિવાય હિન્દી ફિલ્મોનું પણ શુટિંગ કરવામાં આવે છે. આ સેટ ફાઈબર મટીરિયલમાંથી બનાવવામાં આવેલા છે. ત્યારે અચાનક આગ લાગવાથી ફાઈબર મટિરીયલ ઝડપી આગ પકડી લીધી હતી. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ, અને જાત જાતામાં અન્ય સિરીયલોના સેટ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY