પણજી,તા.૨૧
ગોવાની ૧૦ મસ્જિદમાંથી બોલાવવામાં આવેલાં મૌલાનાઓએ મુખ્યમંત્રી મનોહર પારિકરના સારા સ્વાસ્થ્ય માટે ભાજપ ઓફિસમાં કુરાન ખવાની કરવામાં આવી. આ મુસ્લિમ રીત રિવાજાની સાથે થનાર કુરાનનો પાઠ છે. પારિકરની તબિયત ફરી બગડતાં તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે.
૬૨ વર્ષના પારિકરને સતત કથળતા સ્વાસ્થ્યને લઈને ૧૫ સપ્ટેમ્બરે છૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો એડવાન્સ પેન્ક્રિયાટિક કેન્સરનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
ગોવા ભાજપ અલ્પસંખ્યક મોર્ટાના અધ્યક્ષ શેખ જિનાએ કહ્યું- અમે ગોવાના અનેક મૌલાનાઓને કુરાન ખવાનીની અપીલ કરી, જેનાથી અલ્લાહની રહેમ નજર રહેશે. અમે પારિકર જલદીથી સ્વસ્થ થઈ જાય તેની દુઆઓ કરી રહ્યાં છે.
જિનાએ કહ્યું- પારિકરે અમારા સમાજ સાથે જાડાયેલાં અનેક મુદ્દાઓનું સમાધાન કર્યું છે. ગોવાને હજ યાત્રા માટે શરૂઆતી પોઈન્ટ બનાવવાનું હોય કે હજ હાઉસનું નિર્માણ તેઓએ હંમેશા આ અંગે કામ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





