મુંબઈ,તા.૨૨
કૂમળી બાલિકાઓને કળે યા બળે વેશ્યાગીરીના કાળા ધંધામાં ધકેલી દેતા Ìšમન ટ્રાફિકિંગના વિષયને રજૂ કરતી ફિલ્મ લવ સોનિયા ૧૧ ઓક્ટોબરે યુનોના વડા મથકમાં રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત કરાઇ હતી.
તબ્રેઝ નુરાનીની આ ફિલ્મમાં ૧૭ વર્ષની એક બાલિકા સેક્સ ટ્રેડમાં ધકેલાઇ ગયેલી પોતાની બહેનને બચાવવા જાનનું જાખમ ખેડે છે એવી કથા રજૂ થઇ છે.
ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવાયા મુજબ ૧૧ ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે. તે દિવસે ન્યૂયોર્કમાં આવેલા યુનોના વડા મથકમાં આ ફિલ્મ અંગ્રેજી સબ-ટાઇટલ્સ સાથે રજૂ થવાની છે.
આ ફિલ્મમાં રિચા ચડ્ડાએ એક મહત્વનો રોલ કર્યો છે. એણે પોતે જણાવ્યા મુજબ આ રોલમાં એ એટલી હદે ઓતપ્રોત થઇ ગઇ હતી કે ફિલ્મ પૂરી થયા બાદ એણે મનોચિકિત્સા લેવી પડી હતી.
રિચા ઉપરાંત આ ફિલ્મમાં મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, સાઇ તાહ્મણકર, આદિલ હુસૈન, હોલિવૂડની ડેમી મૂર, ફ્રીડા પિન્ટો અને નવોદિત મૃણાલ ઠાકુર ચમકી રહ્યાં છે.
ભારતમાં આ ફિલ્મ ચાલુ માસની ૧૪મીએ રજૂ થઇ હતી. એ પહેલાં આ ફિલ્મ મેલબોર્ન સહિત કેટલાક ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થઇ ચૂકી હતી અને એને સારો આવકાર સાંપડયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




