બિલાસપુર,તા.૧૦
ડેન્ગ્યુમાં સપડાતા બિલાસપુરના ભાજપના નેતાનું ચંદીગઢ (પીજીઆઈ)માં મૃત્યુ થયું છે. બિલાસપુરના મલ્યાવરના રહેવાસી સુભાષ ચંદેલનો વ્યવસાય શિમલામાં હતો. થોડા દિવસ પહેલા તેઓ પોતાના ઘરે આવ્યા હતા અને અહીં ડેન્ગ્યુની બીમારીનો શિકાર બની ગયા હતા.
તેમની સારવાર બિલાસપુર હોસ્પિટલમાં ઘણા દિવસોથી ચાલી રહી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં કંઈ સુધારો થયો ન હોનાથી તેમની સારવાર શિમલામાં પણ કરવામાં આવી. અહીં પણ પરિસ્થિતિ ખરાબ થઇ જતા તેમને પીજીઆઈ ચંડીગઢ રીફર કરવામાં આવ્યા. ત્રણ દિવસ સારવાર પછી અહીં તેમનું મૃત્યુ થયું છે.
શિમલામાં ભારતીય જનતા યુવા મોર્ચા મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા સુભાષ ભાજપના મોટા નેતાઓના ખાસ ગણાતા હતા. ઉલ્લેખનીય છે કે બિલાસપુરમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો છે. બિલાસપુર અને મંડીમાંન ડેન્ગ્યુના કારણે એક-એક વ્યકિતનું મોત થયું છે. મંડીના ડૈહર નિવાસી વ્યકિતનું ડેન્ગ્યુના કારણે બિલાસપુર હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
સીએમઓ બી.કે.ચૌધરીએ જણાવ્યું કે તેમને પાસે આ કેસની માહિતી નથી પહોંચી. મૃતકના સંબંધી કુલદીપે જણાવ્યું કે સુભાષ ચંદેલ બિલાસપુર આવ્યા ત્યારબાદ તરત જ ડેન્ગ્યુમાં સપડાયા હતા. સૌપ્રથમ બિલાસપુર ત્યારબાદ શિમલામાં તેમની સારવાર કરવામાં આવી. ડોક્ટરોના જણાવ્યા મુજબ સુભાષના પ્લેટલેટ્સ ૧૦ હજાર સુધી પહોંચ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


