ન્યુ દિલ્હી,તા.૧૦
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાને પગલે ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળ પરથી મળેલી માહિતી મુજબ મૃતકોમાં મિથલેશ, તેમની પત્ની સિયા અને પુત્રી નેહાનો સમાવેશ છે. તેમની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં મિથલેશનો પુત્ર સૂરજ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તે હોસ્પીટલમાં જીંદગી અને મૃત્યુની વચ્ચે ઝઝૂમી રહ્યો છે.
સવારે જયારે ઘટનાની માહિતી મળી ત્યારે ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ અને ટોચના અધિકારીઓ પહોંચ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. જેમ-જેમ તેમના સંબંધીઓને માહિતી મળી, તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. સમાચાર મળતા સ્થળ પર જાઇન્ટ સીપી અજય ચૌધરી પણ આવી પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મિથલેશ સામાજિક સંગઠનથી જાડાયેલા હતા. જાઇન્ટ સીપીએ જણાવ્યું કે વહેલી સવારે ૫ઃ૧૫ વાગ્યા આસપાસ પોલીસને ફોન આવ્યો હતો ઘરમાં ચોરી અને ઝઘડો થયો છે.
પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ખબર પડી કે આ પરિવારમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પુત્ર ઘાયલ થયો છે. પોલીસ દ્વારા તપાસ માટે ૮ ટીમો બનાવાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને કેટલાક પુરાવા હાથ લાગ્યા છે અને આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક શંકાસ્પદ લોકો સાથે પૂછપરછ પણ કરાઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




