યુવતીએ બાયફ્રેન્ડની હત્યા કરી માંસમાંથી ભોજન બનાવી ગરીબોને ખડાવ્યું..!!

0
14

આબુધાબી,તા.૨૧
યૂનાઈટેડ આરબ અમિરાત્સ (યૂએઈ)માં એક યુવતીએ તેના બોયફ્રેન્ડની હત્યા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીએ બોયફ્રેન્ડની હત્યા કરીને તેનાં માંસમાંથી ભોજન બનાવીને નજીક રહેતા ગરીબોને ખવડાવ્યું હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, યુવતીની ઓળખ જાહેર કરવામાં આવી હતી. યુવતી છેલ્લા સાત વર્ષતી બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હતી. આ દરમિયાન યુવતીએ તેના બોયફ્રેન્ડને ખૂબ આર્થિક મદદ કરી હતી. જાકે મદદ કરવાં છતાં બોયફ્રેન્ડ તેને છોડીને ચાલ્યો જતાં યુવતીએ આવું ચકચારી કૃત્યું આચર્યું હતું.
સરકારી વકીલે જણાવ્યું કે, ગર્લફ્રેન્ડે યુવકીની ત્રણ મહિના પહેલા જ હત્યા કરી હતી. જાકે યુવતીના બ્લેન્ડરમાં બોયફ્રેન્ડના દાંત મળી આવતા આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણે તેના મિત્રની મદદથી બોયફ્રેન્ડની લાશનો નીકાલ કર્યો હતો. જાકે તેણે તેના કેટલાક માંસના ટૂકડા ક્રશ કરવા માટે બ્લેન્ડરમાં રાખ્યા હતા.
યુવતીએ આગળ કહ્યું કે, બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના માંસને ચોખા સાથે પકવીને ત્યાંની ટ્રેડીશનલ ડીશ ‘machboos’ બનાવી હતી અને બાદમાં નજીકના ગરીબ લોકોને તે ખવડાવી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY